પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે કહ્યું કે, કરાચી સ્ટોક એક્સચેંજ પર થયેલ હુમલા માટે ભારત જવાબદાર છે. સોમવારે આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા અને સાત ઘાયલ થયા હતા. તેમાં હુમલો કરવા આવેલા ચાર આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
પાકિસ્તાની ન્યુઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, ઇમરાન ખાને સંસદમાં કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે સ્ટોક એક્સચેંજ પર થયેલા આતંકવાદી હુમલામાં ભારતની પણ ભૂમિકા હતી.
જોકે, આ હુમલાની જવાબદારી બલુચિસ્તાન આર્મીએ લીધી હતી. ચાર આતંકવાદીઓ હુમલો કરવા એક ગાડીમાં આવ્યા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં શોષણશીલ AK-47 મળી આવી હતી. ગયા વર્ષે કરાચીમાં ચીની દૂતાવાસ પર થયેલા હુમલાની જવાબદારી પણ તેણે લીધી હતી. આ હુમલામાં પણ આવા જ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કુરેશીએ ભારતને પણ જવાબદાર ઠેરવ્યું હતું
વડા પ્રધાન પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ આ હુમલા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ હુમલાની જવાબદારી સ્વીકારનાર બલોચ આર્મીનો ભારત સાથે સીધો સંબંધ છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, કુરેશીનું નિવેદન વાહિયાત છે. પાકિસ્તાન તેના પર થયેલ હુમલાનો દોષ અમારા પર ન લગાવી શકે.
અત્રે ઉલેખનીય છે કે, સોમવારે કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ બિલ્ડિંગ પર ઓછામાં ઓછા ચાર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. અહેવાલો મુજબ આતંકી હુમલામાં બે નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાન પોલીસે જણાવ્યું છે કે ચાર આતંકવાદીઓમાંથી ત્રણ માર્યા ગયા છે. આતંકીઓએ મુખ્ય દરવાજા પર ગ્રેનેડ હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યા બાદ તે બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો, એમ જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news