વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ કોરોના રસીકરણ મુદ્દે મંત્રીઓ સાથે એક મહત્વની પરિષદ યોજી હતી. આ પરિષદમાં વડાપ્રધાન મોદીએ મંત્રીઓને જણાવતા કહ્યું છે કે, ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં લઈને રસીકરણ નું કામ પૂરઝડપે થવું જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિટિંગમાં રસીકરણ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને કહ્યું છે કે,રસીકરણ ના કામ માં જોડાવો.સાથે પ્રધાને કહ્યું છે કે તમે પણ લાઇનમાં ઉભા રો અને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવો. આઝાદીના ૭૫ વર્ષ પુરા થવા પર એક મોટો કાર્યક્રમ કરવા અંગે પણ આ પરિષદમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાને કહ્યું હતું કે, લોકો પ્રત્યે એવું વાતાવરણ બનાવો કે લોકો ત્રીજી લહેર થી ડરે નહીં. સાથે સાથે કોરોના યોગ્ય વર્તનને અપનાવવા પર ભાર મૂકવો ખૂબ જ આવશ્યક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, રસીકરણને અંત સુધી લઈ જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક ગયા અઠવાડિયે મળેલી બેઠક બાદ થઇ હતી. કેબિનેટની મળેલી બેઠકમાં રાજ્ય મંત્રીઓ સાથે બેઠક કરીને મંત્રીઓના કામની સમીક્ષા પણ કરી હતી. આ બેઠક વડાપ્રધાન નિવાસસ્થાને યોજવામાં આવી હતી. મોટા ભાગની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે બુધવારના રોજ માટે સરકાર દ્વારા પાસપોર્ટ યોજનામાં કોવિશિલ્ડ અને કોવેક્સિન ને મુક્તિ આપવા યુરોપિયન યુનિયન ના સભ્ય દેશોને વિનંતી કરવામાં આવી છે. વેક્સિન પાસપોર્ટ નો નિયમ 1 જુલાઈથી લાગુ થશે. તેની મદદથી ભારતમાં રહેતા લોકોને યુરોપિયન દેશોમાં મુસાફરી કરવાની સ્વતંત્રતા મળશે. યુરોપના વેક્સિન પાસપોર્ટ અથવા ગ્રીન પાસપોર્ટ માં ફક્ત ચાર રસી નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચાર રસીમાં ફાઈઝર, જ્હોનસન, મોડરના, એસ્ટ્રાઝેનેકા ની રસીનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.