વડોદરા બન્યું લવ-જેહાદનું એપી સેન્ટર: લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ, લગ્ન પહેલા જ મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ

વડોદરામાંથી લવ-જેહાદનો નવો કાયદો અમલમાં આવ્યા બાદ એક પછી એક લવ-જેહાદના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વાર એવો જ એક બનાવ વડોદરામાંથી સામે આવી રહ્યો છે. નાગરવાડા ખાતે રહેતા વિધર્મ સોહિલ સાજીદ શેખ વિરુધ ફરિયાદ નોંધવામાં આવી છે.

પીડિતાનો આરોપ છે કે, તેને લગ્નની લાલચ આપીને સોહિલ તાંદલજામાં એક મકાનમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ પીડિતાને ફરી એક વખત શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું ત્યારે પીડિતાએ નાં પડતા આરોપીએ તેને માર માર્યો હતો. સોહિલે પીડિતાની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ પણ બાંધ્યો હતો. આ મામલે પીડિતાએ આરોપી સોહિલ સાજીદ શેખ વિરુધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બે અઠવાડિયામાં વડોદરા શહેરમાં લવ-જેહાદનો આ ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં નાગરવાડાના 20 વર્ષના બેરોજગાર સોહિલ શેખે સોશિયલ મીડિયા મારફતે ફતેગંજની 20 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

યુવતીની જણાવ્યા પ્રમાણે સોહિલ તેણીને લગ્ન પહેલા જ મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં તે એવું પણ કહેતો હતો કે, તારે મારી બીજી પત્ની સાથે પણ રહેવું પડશે. લગ્ન પછી તારે બુરખો પણ પહેરવો પડશે. આ મામલે કંટાળીને યુવતીએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીનું કહેવું છે કે, સોહિલ સાથે તે 2020માં સોશિયલ મીડિયા દ્રારા મળી હતી. જે પછી સોહિત તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. હું તેને ખૂબ પ્રેમ કરે છે, તારી વગર જીવી નહીં શકું તેવી વાતો કરવા લાગ્યો હતો. આ દરમિયાન સાહિલ યુવતીને મળવા માટે દબાણ કરવા લાગ્યો હતો. યુવતી મળવા આવતી હતી ત્યારે તેણીની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ ગુજારતો હતો. એકવાર મુલાકાત દરમિયાન તાંદલજા ખાતે સોહિલે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

રવિવારે સોહિલે યુવતીને નાગરવાડા શાકમાર્કેટ ખાતે મળવા બોલવી હતી અને તેણીને એક થપ્પડ પણ માર્યો હતો.  યુવતીએ આખરે કંટાળીને સોહિલ વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, સોહિલ તેની પાસેથી પૈસાની પણ માંગણી કરતો હતો. આને લઈને ઝઘડો થતો હતો ત્યારે સોહિલ યુવતીને માર પણ મારતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *