સુરતના લિંબાયતમાં અંગત અદાવતમાં મિત્રએ જ મિત્ર ઉપર ચપ્પુ ના ઘા જીકી કરી કરપીણ હત્યા

હાલ રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનની ગરદન કાપીને હત્યા કરી દેવામાં આવી હોવાનું…

હાલ રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનની ગરદન કાપીને હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક મુસ્તગીન શેખના ભાઈ સાદિક શેખનું કહેવું છે કે, હત્યા તેના ખાસ મિત્રએ જ કરી છે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે, હત્યારો ઈલિયાસ ઝડપાઈ ગયો છે.

ઘટના અંગે આ વિસ્તારના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, હત્યા થઈ ત્યાં જ જુગારધામ ચાલતુ હતું. એટલું જ નહીં પણ રાત્રે 10 વાગ્યા પછી કર્ફ્યૂ હોવા છતાં અનેક ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવાનું પણ સામે આવ્યું છે. મુસ્તગીનના પરિવારે કહ્યું હતું કે, અકસ્માત બાદ મુસ્તગીન કોઈ કામ કરતો ન હતો.

કોઈની સાથે ઝગડો ન હતો. હત્યારો ઇલયાસ એનો મિત્ર જ હોવાનું સામે આવ્યું છે. હવે બસ ન્યાય મળે, અમે તો પુત્ર ગુમાવ્યો છે. સાદીક શેખે જણાવ્યું હતું કે, ત્રણ ભાઈઓમાં મુસ્તગીન નાનો ભાઈ હતો. માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા.

મુસ્તગીનની હત્યા ઘરથી થોડે દુર ક્રાંતિ નગર પાસે જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે, આપકે ભાઈ કો ચકકુ મારા ગયા હે, આટલું સાંભળતા જ અમે દોડતા થઈ ગયા હતા. થોડીવાર બાદ ઓટો રીક્ષા વાળાનો ફોન આવ્યોને ખબર પડી કે મુસ્તગીન મૃત્યુ પામ્યો છે.

જાહેરમાં યુવકની હત્યા થતા સ્થાનિક લીંબયત પોલીસને જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી અને પ્રથમ તો હત્યાનો ગુનો નોંધી આરોપી સુધી તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે જાણવા મળ્યું કે, હત્યા બીજા કોઈ નહિ પણ મરનાર ના નજીકના મિત્ર ઈલિયાસ દ્વારા કરવામાં આવી જેથી પોલીસે આરોપી મિત્રને શોધી કાઠી પકડી પડ્યો.

આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, હત્યા બંને મિત્રો રાત્રીના સમયે બેસીને દરોજની જેમ વાતો કરતા હતા ત્યારે તેમની સામે કોઈ બહેન ભાઈનો કોઈ ઝગડો ચાલતો હતો ત્યારે આરોપી ઈલિયાસ બહેન ભાઈના ઝગડામાં વચ્ચે પડ્યો અને ત્યારે ત્યાં થોડી બોલાચાલી વધુ થઈ જતા આરોપીનો મિત્ર સાદીકને ચપ્પુના ધા મારી હત્યા કરી નાખી હતી અને બાદમાં ખ્યાલ આવ્યો કે, આતો મિત્રની જ હત્યા થઈ ગઈ જેથી આરોપી ભાગી છૂટ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *