IND vs AUS 3rd Test: પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે, આગામી 9 માર્ચે ગુજરાતની મુલાકાત લેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના PM તથા PM નરેન્દ્ર મોદી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળશે. પીએમ મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોશે, ત્યારે તેમની સાથે રાજ્યભરમાંથી ભાજપના વિધાનસભા વાઈઝ કાર્યકર્તાઓ મેચ સ્ટેડિયમમાં હાજર રહેશે.
પીએમ નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના PM એકસાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિહાળશે મેચ
સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીજ સાથે જોશે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, તેથી આ પ્રસંગ વધુ ખાસ બનશે.
પીએમ મોદી સાથે રાજ્યભરમાંથી ભાજપના વિધાનસભા વાઈઝ કાર્યકર્તાઓ મેચ સ્ટેડિયમમાં હાજર રહેશે સાથે-સાથે વિધાનસભા વાઈસ 500 જેટલા કાર્યકર્તાઓ મેચમાં હાજર રહેશે. ઓસ્ટ્રેલિયન ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારત આવશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે.
શ્રેણીની આગામી ત્રણ ટેસ્ટ મેચ દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદમાં રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તમામ મેચ જીતવી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા આ તમામ મેચ જીતી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર પણ બની જશે.
અમદાવાદનું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, પરંતુ ખાસ વાત એ છે કે જેમના નામ પર આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તે વ્યક્તિ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્ટેડિયમમાં બેસીને એક પણ લાઈવ મેચ નથી જોઈ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટેસ્ટ રમાવાની છે. જો કે, પીએમ નરેન્દ્ર મોદી આ મેચને જોવા માટે આવશે, એટલું જ નહીં ઑસ્ટ્રેલિયાના પીએમ એન્થોની એલ્બનીઝ પણ આ મેચ જોવા માટે ગુજરાત આવવાના છે. એટલે કે બંને દેશના વડાપ્રધાનો એક સાથે મેચ નિહાળતા જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.