સુરતમાં એક જ સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટ એટેકથી મોત, હિબકે ચઢી આખી સોસાયટી

Two people died of heart attack, Surat: રાજ્યમાં હાર્ટ એટેક (Heart attack in Gujarat) ની ઘટનાઓ ઉભી રહેવાનું નામ જ નથી લઈ રહી. હાલમાં હાર્ટ…

Two people died of heart attack, Surat: રાજ્યમાં હાર્ટ એટેક (Heart attack in Gujarat) ની ઘટનાઓ ઉભી રહેવાનું નામ જ નથી લઈ રહી. હાલમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યાનો આંકડો કોરોના કરતા પણ વધારે થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકથી રોજબરોજ કેટલાય લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં (Heart attack in Surat) એક જ સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે.

સુરત શહેરમાં હાર્ટ એટેકથી વધુ બેન મોત થયા છે. મળતી માહિતી અનુસાર સુરતની ખોડીયાર નગર સોસાયટીમાં એક જ દિવસમાં 18 વર્ષીય યુવક અને ૪૫ વર્ષના રીક્ષા ચાલકનું હાર્ટ એટેકથી મોત થયાની શંકા સામે આવી રહી છે. ઘટનાને પગલે બંને પરિવારો માથે દુઃખના પહાડ તૂટી પડ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે મોત થવાની સંખ્યા ખૂબ વધી રહી છે.

કોરોના પછી વધ્યા હાર્ટ એટેક

આશ્ચર્યજનક વાત તો એ છે કે, કોરોના પહેલા હાર્ટ એટેકના કારણે આટલા મોત નહોતા થતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ પણ તકલીફ વગર નાના હોય કે મોટા દરેક લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે ફરી એક વખત સુરતમાં એક જ સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. 18 વર્ષીય યુવક અને 45 વર્ષે રીક્ષા ચાલકનું મોત હાર્ટ એટેકથી થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક જ સોસાયટીમાં બે લોકોના મોત થતાં આખી સોસાયટીમાં માતમ છવાઈ ગયો છે.

એક જ સોસાયટીમાં બે લોકોના મોત

સુરતની ખોડીયાર નગર સોસાયટીમાં રહેતો 18 વર્ષીય કમલેશનુ મોત હાર્ટ એટેક થી થયાનું સામે આવ્યું છે. સાથો આ જ સોસાયટીના 45 વર્ષીય નસીમ ખાનનું મોત પણ હાર્ટ અટેક થી થયાનું સામે આવ્યું છે. નસિફ ખાનને ગઈકાલે છે છાતીમાં અને ગળાના ભાગે દુખાવો ઉભો થયો હતો. નસીબ ખાન રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. સાથે જ આજ સોસાયટીમાં રહેતા 18 વર્ષીય કમલેશના મોતથી પણ પરિવાર સહિત આખી સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *