Prime Minister Narendra Modi Flew Tejas Fighter Jet: PM નરેન્દ્ર મોદીએ આજે સવારે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેન ઉડાવ્યું હતું. મળતી માહિતી મુજબ પીએમ મોદી બેંગલુરુના યેલાહંકા એરબેઝ પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે તેજસને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ એક ડબલ સીટર સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે.અત્યાર સુધીમાં તેના 2 સ્ક્વોડ્રનને એરફોર્સમાં (Prime Minister Narendra Modi Flew Tejas Fighter Jet) સામેલ કરવામાં આવ્યા છે.
ફાઈટર જેટ ઉડાડ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ અનુભવ અવિશ્વસનીય રીતે સમૃદ્ધ કરનારો હતો, જેણે આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારો વિશ્વાસ ઘણો વધાર્યો છે. આનાથી મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગર્વ અને આશાવાદની લાગણી જન્મી.આપને જણાવી દઈએ કે પીએમ મોદી પહેલા ઘણી હસ્તીઓએ ફાઈટર પ્લેન ઉડાવ્યા હતા.
PM Narendra Modi tweets, “Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country’s indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national… pic.twitter.com/PHKG5llA2j
— ANI (@ANI) November 25, 2023
એ પી જે અબ્દુલ કલામ
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ 8 જૂન, 2006ના રોજ ભારતીય વાયુસેનાના સુખોઈ-30 એમકેઆઈમાં 30 મિનિટ માટે ઉડાન ભરનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
પ્રતિભા પાટીલ
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ 25 નવેમ્બર 2009ના રોજ સુખોઈ-30 એમકેઆઈમાં ઉડાન ભરનાર પ્રથમ મહિલા રાજ્યના વડા હતા. 74 વર્ષની ઉંમરે તેમણે સુખાઈ-30 MKI જેટ એરક્રાફ્ટમાં 30 મિનિટ સુધી ઉડાન ભરી હતી.
નિર્મલા સીતારમણ
સંરક્ષણ પ્રધાન તરીકે નિર્મલા સીતારમણે 17 જાન્યુઆરી 2018ના રોજ રાજસ્થાનમાં સુખોઈ-30 એમકેઆઈ એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.
રાજીવ પ્રતાપ રૂડી
ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ 19 ફેબ્રુઆરી 2015ના રોજ એરો ઈન્ડિયા શો દરમિયાન 2015માં સુખાઈ-30 MKI ઉડાવ્યું હતું.
તેજસની યાત્રા વાંચો
તે સૌપ્રથમ 1983 માં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક ડૉ. કોટા હરિનારાયણ અને તેમની ટીમે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ બનાવ્યું હતું. તે પછી, 4 જાન્યુઆરી, 2001 ના રોજ, તેજસે પ્રથમ વખત આકાશમાં ઉડાન ભરી. આ પછી 2003માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ ફાઈટર એરક્રાફ્ટનું નામ તેજસ રાખ્યું હતું.
2007માં, નેવીએ ફરી એકવાર એરક્રાફ્ટ કેરિયર્સ માટે તેજસ ફાઈટર જેટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી. આ પછી, 2016 માં, 2 તેજસ એરક્રાફ્ટને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2017માં સંરક્ષણ મંત્રાલયે HALને 83 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube