દારૂ સમજીને સેનિટાઈઝર ગટગટાવી ગયો કેદી, જાણો કેવા હાલ થયા?

હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ હોય પણ તેને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફક્ત કોઈ ઈમરજન્સી આવી પડે તો જ વ્યક્તિને યોગ્ય કારણ સાથે બહાર નીકળવા દેવામાં આવે છે. જો કોઈ કારણ વગર બહાર નીકળે છે તો પોલીસ અધિકારીઓ યોગ્ય પગલાઓ ભરે છે.

ભારત માંથી કોરોના વાયરસને નાબુદ કરવા માટે ઠેર-ઠેર સ્વચ્છતા અને તેનાથી બચવા માટેના વિવિધ ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. જેમકે, હંમેશા માસ્ક પહેરવું, હાથ વારંવાર ધોવા અથવા સેનિટાઈઝરથી સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે. હવે આ બધી ઘટનાઓ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવે છે.

કેરળના પલક્કડમાં ભૂલથી દારૂ સમજીને કથિતરીતે સેનિટાઈઝર પીનારા એક કેદીનું ત્યાં જિલ્લા હોસ્પિટલમાં મોત થયું છે. જેલ અધિકારીઓના જણાવ્યા મુજબ, 18 ફેબ્રુઆરી ના રોજ રિમાન્ડ કેદી તરીકે ત્યાં જેલમાં બંધ રમનકુટ્ટીને મંગળવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જેલમાં બેભાન થઈ ગયો હતો. એક વરિષ્ઠ જેલ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને શંકા છે કે, તે બોટલમાં ભરેલું સેનિટાઈઝર પી ગયો, જે રાજ્ય સરકારના નિર્દેશાનુસા જેલ પરિસરમાં બનાવવામાં આવે છે.

સાથે-સાથે અધિકારીઓએ જણાવતા કહ્યું હતું કે, તે મંગળવારે રાત્રે સામાન્ય હતો, પરંતુ બીજા દિવસે સવારે 10.30 વાગ્યાની આસપાસ તે બેભાન થઈ ગયો. જેલ અધિકારી હાથોને સંક્રમણ મુક્ત કરવા માટે સેનિટાઈઝર તરીકે મુખ્યરીતે આઈસોપ્રોપાઈલ આલ્કોહોલનો ઉપયોગ કરે છે. પોલીસ અધિકારીએ આ સમગ્ર ઘટનાની નોંધણી કરી લીધી હતી.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *