આજના સમયમાં દરેક ખાનગી કંપનીઓમાં નોકરી કયારે હાથમાંથી છૂટી જાય તેનો કોઈ અતોપતો હોતો નથી. અને પોતાની નોકરીનો તેમને દર સતાવતો હોય છે. આ ડર યોગ્ય છે, કેમ કે કેટલીયે કંપની એવી હોય છે જે ક્યારેય પણ લોકોને ઘરે બેસાડી ડે છે. પરંતું હવે તમારે નોકરી ગુમાવવાનો ડર ભુલી જવો જોઇએ. કેમ કે મોદી સરકાર પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરનારા યુવાનો માટે એર મોટી લઇને આવી છે. હવે જો તમારી નોકરી છુટી પણ જાય તો સરકાર તમને 2 વર્ષ સુધી ઘરે બેઠા પૈસા આપશે.
આ યોજના હેઢળ મળશે રૂપિયા
કર્મચારી રાજ્ય વિમા નિગમ અટલ વિમા વ્યક્તિ કલ્યાણ યોજના અંતર્ગત જે નોકરી કરતા યુવાનોની નોકરી છુટી જાય છે તો તેવી પરીસ્થિતીઓમાં સરકાર તેમને આર્થિક મદદ કરશે,કર્મચારી વિમા નિગમે રવિવારે ટ્વીટ કરીને દેશવાસીઓને તેની જાણકારી આપી હતી.આ ટ્વીટમાં એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે.જેમાં લખ્યું છે કે રોજગાર ગુમાવવાનો મતલબ આવકની હાનિ નથી.ઇએસઆઇસી રોજગારની અનૈચ્છિક હાનિ અથવા રોજગાર ગુમાવવાનાં તથા કાયમી અશક્તતાનાં કિસ્સામાં 24 મહિના સુંધી માસિક રોકડનું ભરપાઇ કરતી રહેશે.
આપણે આ યોજનાનો લાભ કઇ રીતે લેવો? જાણો અહીં
મોદી સરકારની આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમારે ઇએસઆઇસીની વેબસાઇડથી એક ફોર્મને ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ તે ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો ભરીને ઇએસઆઇસીની બ્રાંચમાં જમા કરાવાનું રહેશે, ફોર્મની સાથે અરજીકર્તાએ 20 રૂપિયાનાં નોન જ્યુડિશિયલ પેપર પર નોટરી પાસે એફિડેવિટ કરાવવાની રહેશે.આ પુરી પ્રક્રિયામાં AB-1થી લઇને AB-4 ફોર્મ જમાં કરાવવાનાં રહેશે.
આ લોકો યોજનાનો લાભ લઇ શકશે નહીં, જાણો અહીં
ઇ.એસ.આઇ.સી.ના નિયમો અનુંસાર આ યોજનાનો લાંભ લેવાનાં માપદંડ બનાવવામાં આવ્યા છે.તે મુજબ કોઇ કર્મચારી પર કોઇ કાનુની કાર્યવાહી ચાલી રહી હોય. અથવા તો કોઇ કારણવશ તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હોય.તેવી વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકતા નથી,તે ઉપરાંત કોઇ વ્યક્તિ પોતાની મરજીથી નોકરી છોડી રહ્યો હોય તે આ યોજનાનો લાભ લઇ શક્તો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.