CM યોગી આદિત્યનાથની ગર્લફ્રેન્ડ આવી સામે, વિડિઓ કોલમાં કરે છે વાત: જુઓ વિડીયો

યુપીના સીએમ યોગી આદિત્યનાથના સરકારી આવાસ પર મુલાકાત લેવા પહોંચેલી એક મહિલા હમણાં ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં મહિલા પોતાને યોગી આદિત્યનાથ ની ગર્લફ્રેન્ડ જણાવી રહી છે. મહિલાનો દાવો છે કે તે એક વરસથી યોગી આદિત્યનાથ સાથે વિડીયોકોલ માં વાત કરે છે.

મહિલાએ કહ્યું, “જ્યારે મેં તેમના ઇમોશન માં સચ્ચાઈ જોઇ ત્યારથી જ નિર્ણય કર્યો હતો કે બીજા લગ્ન નહીં કરું. હું જાણું છું કે તેઓ સંન્યાસી છે અને લગ્નના સમર્થનમાં નહીં હોય. તોપણ હું એકલી અલગ રહું છું અને ઇચ્છું છું કે તેમના સંરક્ષણ માં રહું હું. એક વર્ષથી તેમની સાથે જોડાયેલી છું અને તેમને ભૂલી શકું નહીં. હું પરિવારથી અલગ રહું છું અને ખૂબ જ તકલીફમાં છું. ”

મહિલા આત્મહત્યા કરવા તૈયાર

મહિલાએ કહ્યું, “હું ડિપ્રેશનમાં છું અને મેન્ટલ ડિસ્ટર્બ છું. ક્યારેક ક્યારેક એટલી પરેશાન થઇ ને વિચારું છું કે આત્મહત્યા કરી લઉં. મમ્મી પણ કહે છે કે બીજા લગ્ન કરી લે પરંતુ, તેમને નહીં ભૂલી શકું. હું ઈચ્છું છું કે જે રીતે વિડીયો કોલ માં એક વર્ષથી વાત કરી તે રીતે, એકવાર સામે આવીને તેઓ વાત કરે. તેઓ નહીં મળે તો મારુ મન આત્મહત્યા કરવાનું થાય છે. મેં તેમના જન્મદિવસે લેટર લખીને વીસ પણ કર્યું હતું. ”

ડેપ્યુટી CM ને પણ પત્ર લખ્યો

મહિલાએ કહ્યું, ” બે દિવસ પહેલા અમે ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્યાજી ને લેટર આપ્યો, તેમણે કહ્યું કે તેઓ પહોંચાડી દેશે. સ્વાગત કક્ષમાં બેઠેલ સ્ટાફે કહ્યું કે લેટર તેમના સુધી પહોંચાડી દીધો છે, તેમણે વાંચી પણ લીધો છે. જ્યારે ટાઈમ આવશે ત્યારે તમને મળશે. તેઓ મુખ્યમંત્રી છે તેથી કોઈ મારી વાત પર વિશ્વાસ નથી કરી રહ્યું. હું પણ જાણું છું કે તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મેં ક્યારેય સબૂત માટે રેકોર્ડિંગ કરી જ નથી કર્યું, કારણકે મારી તમને બ્લેકમેલ કરવાની કોઈ પણ મનસા નથી. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *