ખેડૂતોના સમર્થનમાં ઉતરી પ્રિયંકા ચોપરા: ટ્વીટમાં એવી વાત કહી દીધી કે…

બોલિવૂડ સેલેબ્સ સતત ખેડૂત વિરોધ પ્રદર્શન (Farmer’s Protest) પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. પંજાબી સિંગર દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) પછી હવે અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka…

બોલિવૂડ સેલેબ્સ સતત ખેડૂત વિરોધ પ્રદર્શન (Farmer’s Protest) પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. પંજાબી સિંગર દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) પછી હવે અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ખેડૂતોના સમર્થનમાં બહાર આવી છે. જો ખેડૂત (Farmer) રસ્તા પર અવાજ બુલંદ કરી રહ્યા છે તો કેટલાંય સેલેબ્સ સોશિયલ મીડિયા (Social Media) પર પણ આ જ કરતા દેખાઇ રહ્યા છે.

તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ખેડૂતો વિશે ટ્વીટ કર્યું છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં, પ્રિયંકા ચોપરાએ ખેડુતો વિશે દિલજીત દોસાંઝનું એક ટ્વિટ રિટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું છે કે, “પ્રેમની વાતો કરો, કોઈ યુદ્ધ શીખવશો નહીં. હિન્દુ, શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ દરેક વ્યક્તિ એક બીજા માટે છે. તેથી જ ભારત વિશ્વમાં સૌથી અલગ છે. કારણ કે દરેક અહીં પ્રેમથી જીવે છે. અહીં દરેક ધર્મનું સ્વાગત છે.”

પ્રિયંકા ચોપડાએ ફરી વખત આ ટ્વિટને રીટ્વિટર કરતા લખ્યું કે, “અમારા ખેડુત આપણા ખાદ્ય સૈનિક છે. તેમના ડરને દૂર કરવાની જરૂર છે. તેમની આશાઓ પૂરી થવાની જરૂર છે. સમૃધ્ધ લોકશાહી તરીકે, આપણને ખાતરી કરો કે જલ્દીથી સંકટ સમાપ્ત થાય.” લોકો પ્રિયંકા ચોપરાના ટ્વિટ પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, દિલજીત દોસાંજ પણ ખેડૂતોને ટેકો આપવા સિંઘુ બોર્ડર પર પહોંચ્યા. અહીં પહોંચતાં તેમણે કહ્યું હતું કે “હું સરકારને કહેવા માંગુ છું કે, મુદ્દાઓને ગેરમાર્ગે ન ભટકાવો.” ખેડૂત સિવાય અહીં કશું થતું નથી. ખેડુતોને જે જોઈએ તે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લેવી જોઈએ. જેમ તમે જોઈ શકો છો, બધા લોકો શાંતિથી બેઠા છે અને આંદોલન કરી રહ્યા છે. કોઈ લોહીનું નુકસાન નથી. સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવો નહીં.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *