સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર: તારે ડીગ્રી જોતી હોય તો- મારી સાથે માણવું પડશે શરીર સુખ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સમાજશાસ્ત્ર વિભાગના એચ.ડી.ઓ હરેશ ઝાલાએ પી.એચ઼.ડીની એક વિદ્યાર્થીની પાસે શરીર સુખની માંગણી કરી હતી. જે હરેસમેન્ટ મામલે યુનિવર્સીટીએ મિટીંગ ગોઠવી છે. અને યુવતિને પણ કહેવામાં આવ્યું છે કે તે આવીને ફરિયાદ કરી શકે છે. ઓડિયો ક્લીપ વાઈરલ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સત્તાધીશોએ હરેશ ઝાલાની ઓફિસને સીલ કરી દીધી છે. પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે. પરંતુ ઉલ્લેખનિય છે કે યુનિવર્સીટીમાં એકજ વર્ષમાં ત્રણ પ્રોફેસરો વિવાદમાં આવ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

તને પીએચડી પણ કરાવી દઇશ અને પ્રોફેસર પણ બનાવી દઇશ. મારે તારી સાથે એકવાર શરીર સુખ માણવું છે. આવી અશ્લિલ વાત કરીને શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન હરીશ ઝાલાએ એક યુવતીની સાથે અઘટિત માંગણી કરી છે. જેનો ઓડિયો હાલમાં વાયરલ થયો છે. યુવતીએ જ્યારે પ્રોફેસરને ફોન કર્યો ત્યારે પ્રોફેસરે તેને કહ્યું કે, તને પીએચડી પણ કરાવી આપીશ અને પ્રોફેસર પણ બનાવી દઇશ. બસ તારી સાથે શરીર સુખ માણવું છે. આ ઓડિયોએ સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે આ ઓડિયો વાયરલ થયા બાદ હાલમાં ડીન હરીશ ઝાલા ક્યાં છે તે વાતને લઇને કોઇ સ્પષ્ટતા નથી થઇ રહી કે, આ ઓડિયો બાદ ન તો તેમના તરફથી કોઇ પ્રતિક્રિયા આવી છે. ત્યારે આ સમગ્ર મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ બે પ્રોફેસરો પીએચડી ની લાલચમાં વિદ્યાર્થીનીઓ સાથે ગેર વર્તન કરી ચુક્યા છે. ડોક્ટર નિલેષ પંચાલ જેવો બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હતાં જેમને વિદ્યાર્થિની સાથે ગેર વર્તન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકે તેમને ડિસમિસ કર્યા છે. અને અન્ય પ્રોફેસર ડોક્ટર રાકેશ જોષી જેવો અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર છે તેમને એક વિદ્યાર્થીનીને બળજબરીથી ચુંબન કરવાની કોશિશ કરી હતી.આ કેસમાં યુનિવર્સિટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેનો કેસ હાલ ચાલુ છે.

યુવતીઃ યજ્ઞેશસરમાં ખાલી જગ્યા થઈ તો કરાવી દોને એમાં
પ્રોફેસરઃ તું મારું કામ કરીશને?

યુવતીઃ હા કહો
પ્રોફેસરઃ મારી એક ઈચ્છા છે

યુવતીઃ પણ શેની
પ્રોફેસરઃ પહેલા તું હા કહે

યુવતીઃ શું સર મને કહો તો ખરા
પ્રોફેસરઃ દિલમાં વાત હતી

યુવતીઃ કહોને સર
પ્રોફેસરઃ મારે એકવાર….એકવાર

યુવતીઃ પણ શું સર….
પ્રોફેસરઃ તું હા પાડ

યુવતીઃ પણ કહો તો ખબર પડેને
પ્રોફેસરઃ મારે એકવાર….

યુવતીઃ મેં કાલે પણ પીએચ.ડી માટે ફોન કર્યા હતા
પ્રોફેસરઃ તને પીએચ.ડી કરાવી દઈશ અને પ્રોફેસર બનાવી દઈશ

યુવતીઃ શું સર…શું બોલ્યા
પ્રોફેસરઃ તારી સાથે એકવાર શરીર સુખ માણવું છે

કમિટીની બેઠક પૂર્ણ થઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણની કમિટી બેઠક પૂર્ણ થઈ છે.જેમા કમિટીના ચેરમેન પ્રફુલાબેન રાવલે નિવેદન આપ્યું કે, વાઈરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે હરેશ ઝાલાને રૂબરૂ બોલાવીને તેમનું નિવેદન લેવામાં આવશે. ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજું સુધી યુનિવર્સિટીને લેખિતમાં કે મૌખિક રીતે કોઈ ફરિયાદ કરી નથી.પરંતુ યુવતી ગમે ત્યારે જાતીય સતામણી નિવારણ મામલે ડર્યા વિના કમિટી પાસે આવીને ફરિયાદ નોંધાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *