ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ હોવા છતાં અવાર-નવાર મોટા જથ્થામાં દારૂ મળી આવતો હોય છે. મોટા ભાગની ઘટનાઓમાં દારૂની હેરાફેરી સાથે સરકારી અધિકારીઓ પણ આડકતરી રીતે સંકળાયેલી હોવાના રેકોર્ડ પણ મળ્યા છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત શહેરમાં હાજર રહ્યા છે ત્યારે સુરત શહેરમાં જ આવેલ નાનપુરા બહુમાળીની સરકારી કચેરીઓની સામે જ બીયરની ખાલી બોટલોમળી આવી છે.
સુરત અને સંખ્યાબંધ સરકારી કચેરીઓ છે તેવી બહુમાળી કચેરીની દીવાલને અડીને કેટલાક લોકો બિયરની ખાલી બોટલો મૂકી ગયા છે. સરકારી કચેરીની દીવાલ ને અડીને મુકાયેલી આ બોટલ પોલીસને દારૂબંધીનો અમલ કરાવવા માટે પડકાર ફેંકી રહી હોય તેવા છે.
આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જાહેર કરવામાં આવી છે પરંતુ જ્યાં દારૂબંધીનો અમલ કાગળ પર હોય તેવા અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરતના બહુમાળી બિલ્ડીંગ ખેંચ્યા સંખ્યાબંધ સરકારી કચેરીઓ આવેલી છે. આ બિલ્ડિંગની નજીક જ દારૂબંધીના અમલના ધજીયા ઉડતા જોવા મળ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસની સામે જ દારૂની ખુલેઆમ હેરફેર થઈ રહી છે. જેનો એક વિડીયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બુટલેગરો ખુલેઆમ ગાડી ઉપર કોથળા ભરીને દેશી દારૂની હેરફેર કરી રહી છે. ખટોદરા પોલીસની નજર હેઠળ જ દેશી દારૂની હેરાફેરી કરતા આઠ થી દસ જેટલા યુવકો જોવા મળી રહ્યા છે. જોકે, પોલીસ દ્વારા આ યુવકોને અટકાવવામાં આવ્યા હતા. અને ત્યાર પછી બુટલેગરોએ ફોન પર કોઈની સાથે વાત કરાવી અને તેમને રવાના કરી દેવામાં આવ્યા હતા. પંકાયેલા બુટલેગરો પોતાની હેરાફેરીની ગાડીઓને ગાડી નંબર રાખતા નથી હોતા.
આ ઘટના બાદ પોલીસે લૂલો બચાવ કરતા જણાવ્યું કે, તે યુવકો દારૂ નહિ પરંતુ કપડાંના પોટલા લઈને જઈ રહ્યા હતા. ત્યારે સવાલ એ થાય કે, જો એ કપડાંના પોટલા હતા તો પછી ગાડીમાં નંબર પ્લેટ કેમ ન હતી? શું ખરેખર ખટોદરા પોલીસ બુટલેગરોની ભાગીદાર છે? પોલીસ બુટલેગરો પાસેથી કમીશન વસુલી રહી હોય તેવી રીતે બુટલેગરોને ખુલેઆમ દેશી દારૂની હેરાફેરી કરવા માટે રવાના કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટના સામે આવ્યા બાદ સુરતને નશામુક્ત કરવા માંગતા પોલીસ કમિશ્નર અજય તોમર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
સુરતની સરકારી કચેરીની બહાર દારૂબંધીના ધજીયા ઉડ્યા#Surat #GovernmentOffice #Alcohol pic.twitter.com/74jBomQRwG
— Gujarat Samachar (@gujratsamachar) November 8, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle