હાલમાં ફરી એકવાર સુરત (Surat) માંથી કૂટણખાનું (Brothel) ઝડપાયું હોવાના સમાચાર (News) સામે આવ્યા છે. શહેરમાં આવેલ મહિધરપુરા (Mahidharpura) પોલીસ સ્ટેશન (Police station) વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસમા ગેરકાયદેસર ચાલતા કુટણખાનામા AHTU ટીમ તેમજ ક્રાઈમ બ્રાંચ ટીમ દ્વારા રેડ પાડીને એકસાથે 4 મહિલા, ગ્રાહકો તથા સંચાલક સહિત કુલ 7 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રોકડ રૂપિયા સહિત 49,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી ધરવામાં આવી છે.
View this post on Instagram
પોલીસ બાતમી આધારો છાપો માર્યો:
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ જણાવે છે કે, હ્યુમન ટ્રાફિંગના ગુનાઓ શોધી કાઢવા માટે તેમજ આ ગુનાના ભોગ બનનારને શોધી કાઢીને આગળની કાર્યવાહી કરવા AHTU/મીસીંગ સેલના PI જી. એ. પટેલ તેમજ તેમની ટીમને સુચના આપી દેવામાં આવી હતી.
આ દરમિયાન મહિધરપુરા સુરત રેલવે સ્ટેશન ગૂડઝ યાર્ડ પાસેના લંબેહનુમાન ગરનાળા બાજુના સબરસ હોટલ પાસે આવેલ આદર્શ ગેસ્ટ હાઉસમા લોહીનો દેહ-વેપાર ચાલતો હોવાની આશંકાને તપાસ કરતા મહિલાઓ સહિત ગ્રાહકો મળી આવ્યા હતા.
મહિલાઓ દલાલો મારફતે લાવ્યા હતા:
જાણવા મળ્યું હતું કે, રેડ કરતા માલિક સંજયભાઇ જમીયતરામ તમાકુવાલાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. દલાલો પાસેથી એકસાથે 4 મહિલાઓને દેહવેપાર માટે હોટલમાં બોલાવી રાખીને ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પુરી પાડવામાં આવતી હતી.
તપાસ દરમિયાન આ પર્દાફાસ થયો હતો. આની સાથોસાથ ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચલાવીને દલાલોના માધ્યમથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 10450 તેમજ મોબાઇલ કિંમત 32500 રૂપિયાની મત્તા સાથે મળીને કુલ કિંમત 42,950 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.