આણંદની વિદ્યાનગરીને બદનામ કરતો દેહવ્યાપારનો ધંધો ઝડપાતા ચકચાર મચી છે.ભદ્ર વિસ્તારના રહેણાંક ફ્લેટ રંગરેલીયા અને દેહવ્યાપાર ચાલતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી.વિદ્યાનગર પોલીસે રૂદ્રાક્ષ કોર્નર, વિધાનગર ખાતે ચાલતા કુટણખાના ઉપર છાપામારી કરી ત્રણ પરપ્રાંતીય યુવતીઓ રેસ્કયુ કરી, બે સ્થાનીક મહિલા દલાલ સહિત એક યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાનગર પોલીસે બાતમીને આધારે ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે.વિદ્યાનગર ખાતે આવેલ રૂદ્રાક્ષ કોર્નર, રાધાકુંજ ફ્લેટ નં- 205, વિધાનગર ખાતે ચાલતા કુટણખાના ઉપર તેના સંચાલિકા બંને બહેનો પરપ્રાંતથી યુવતીઓ (બંગાળ, મહારાષ્ટ્ર)થી મોબાઇલ ફોનની મદદથી બોલાવી તેના ફોટાઓ વોટસએપથી ગ્રાહકોને મોકલી આપી અનૈતિક રીતે દેહસુખનો વ્યાપાર કરતા હતા.
તેઓના રહેણાંક ફેલટમાં જ તમામ સવલતો પુરી પાડવામાં આવતી હતી.જે બાબતે કેટલીક ફરિયાદો પણ ઉઠી હતી.જે બાબતે પોલીસ ને માહિતી મળતા પોલીસ ઇન્સ્પેકટર એલ.બી.ડાભી ની માર્ગદર્શનનમાં મહિલા સબ ઇન્સ્પેકટર બી.જે. રાઠોડ સહિતની પોલીસ ટીમ ફૂટણખાના ઉપર ત્રાટકી હતી.
પોલીસની છાપામારીથી ભયભીત બન્ને બહેનો અને ગ્રાહકે છટકવાનો પ્રયત્ન કર્યો પરન્તુ તમામ ઝડપાઈ ગયા હતા.આ દરોડા માં પોલીસે ત્રણ પરપ્રાંતીય યુવતીને રેસ્ક્યુ કરી છે.જ્યારે તેના સંચાલક તરીકે હિનાબેન રવીન્દુકુમાર પટેલ રહે. રૂદ્રાક્ષ કોર્નર, રાધાકુંજ ફલેટ નં.205 ,અને જીન્નત રવીન્દ્રકુમાર પટેલ રહે. મુળ મહારાષ્ટ્ર હાલ – ઇસ્કોન મંદિર પાછળ, ગાયત્રી ટેનામેન્ટ, તેમજ આ સ્થળે આવેલ ગ્રાહક અમીન અબ્દુલકાદર કુરેશી રહે. નરસંડા, તા. નડીયાદ જી. ખેડા નાઓ મળી આવેલ હોય કોવીડ ગાઇડલાઇન મુજબ આગળ અટકાયતની કાર્યવાહી હાથ ધરાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ વિદ્યાનગરમાં કોલેજો ચાલુ થતા વિદ્યાનગરી વિદ્યાર્થીઓથી ઉભરાઈ ગઈ છે.હોસ્ટેલો અને પી.જી.માં રહેતા વિદ્યાર્થીઓ પણ સ્થાયી થઈ રહ્યા છે.આવા સંજોગોમાં શિક્ષણનગરી ને દેહવ્યાપારની કુપ્રવૃત્તિ પણ ફૂલી ફાલી રહી હોવાનું ખુલ્યું છે.આવી કુપ્રવૃત્તિઓ અહીં ભણવા અને કારકિર્દી બનાવવા આવતા વિદ્યાર્થી અને યુવાનોને અવળે રવાડે ચઢાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.