ગુજરાત(Gujarat): પાટીદાર નેતા તરીકે ઉભરી આવેલ હાર્દિક પટેલ(Hardik Patel)ના ખોટા વાયદાઓથી લગભગ આખું ગુજરાત વાકેફ થઇ ગયું છે. પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan) વખતે હાર્દિક પટેલે રાજકારણમાં આવવાનો તદ્દન ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આ વચનને તોડીને માર્ચ 2019 માં કોંગ્રેસ(Congress)માં પ્રવેશ મેળવી કાર્યકારી અધ્યક્ષ બન્યો હતો. પરંતુ કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે વાંધો પડતાં અંતે પંજાનો સાથ છોડીને કેસરીયો ધારણ કરવાનો નિર્ણય કર્યો હતો.
2015માં પાટીદાર અનામત આંદોલનના નામે ભાજપ(BJP) સરકારની સામે પડનારો હાર્દિક પટેલ ગઈકાલે સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયો હતો. હાર્દિક પટેલ ભાજપમાં ગયાના એક દિવસ જ નથી થયો ત્યાં પાર્ટીના નેતાઓમાં વિરોધના સૂર ઉઠ્યા હતા.
સાથે અનામત આંદોલન સમયના હાર્દિકના સાથીઓ પણ વિરોધ કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર હાર્દિક પટેલનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન હાર્દિક પટેલના પૂતળાને કેસરી કપડા પેહરાવી ફાંસી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસથી નારાજ થઈને ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલથી પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો નારાજ થયા છે.
હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવું એ પાર્ટીને નુકસાન પહોંચાડે છે કે ફાયદો કરાવે છે? તે તો આગામી સમય જ બતાવી શકશે. જોકે 2022 ની વિધાનસભા ચૂંટણી અગાઉ હાર્દિક પટેલે કેસરિયા કરાવીને એક સંદેશ આપી દીધો છે કે, તેના કટ્ટર વિરોધી ને પણ પોતાની સાથે સામેલ કરી શકે છે. જેને કારણે ભાજપે રાજ્યમાં પોતાના કટ્ટર હરીફ કોંગ્રેસને પણ નબળી પાડી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.