“જનતા બેહાલ, ભાજપ માલામાલ” સુરત આપ યુથ વિંગ દ્વારા સરકારી સંપત્તિ વેચવાના વિરોધમાં ઠેર ઠેર લાગ્યા બેનરો

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ત્યારે હવે સરકાર દ્વારા દેશમાં મોટા પાયે સરકારી મિલકતોનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન (NMP) ની જાહેરાત કરી છે. NMP અંતર્ગત પેસેન્જર ટ્રેનો, રેલવે સ્ટેશનથી એરપોર્ટ, રસ્તાઓ અને સ્ટેડિયમોનું મુદ્રીકરણ સામેલ છે. સરકાર કહે છે કે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ખાનગી કંપનીઓને સામેલ કરીને સંસાધનો એકત્રિત કરવામાં આવશે અને મિલકતો વિકસાવવામાં આવશે. જાણો હાઇવે, રેલવે અને ટેલિકોમ સહિત 13 મિલકતોમાં સરકાર કેટલો હિસ્સો વેચી રહી છે.

આ ખાનગીકરણને લઈને આમ આદમી પાર્ટી સુરત દ્વારા અને આમ આદમી પાર્ટી યુથ વિંગ સુરત દ્વારા સરકારી સંપત્તિ વેચવા બાબતે સુરત શહેરમાં અલગ અલગ જગ્યા એ બેનર લગાવીને અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે જ આ બેનરમાં લખ્યું છે કે, “જનતા બેહાલ, ભાજપ માલામાલ”. આર્થિક તંગી ના લીધે એક બાજુ ભાજપ સરકાર દેશ ની સંપત્તિ વેચી રહી છે અને બીજું બાજુ ભાજપ ની આવક વધી રહી છે.

હકીકતમાં, NMP હેઠળ નાણાકીય વર્ષ 2022 થી નાણાકીય વર્ષ 2025 સુધીના ચાર વર્ષમાં કેન્દ્ર સરકારની મુખ્ય સંપત્તિઓ દ્વારા છ લાખ કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે.

કઈ મિલકતોમાં સરકાર કેટલો હિસ્સો વેચશે?

હાલના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને નવા રસ્તાઓના 26,700 કિમીના મુદ્રીકરણથી 6 લાખ કરોડ રૂપિયાનો સૌથી મોટો હિસ્સો આવશે. 400 રેલવે સ્ટેશન, 90 પેસેન્જર ટ્રેન, 741 કિલોમીટર લાંબી કોંકણ રેલવે અને 15 રેલવે સ્ટેડિયમ અને કોલોનીઓ 1.52 લાખ કરોડ રૂપિયામાં મુદ્રીકરણ કરવામાં આવશે. વીજળીની ટ્રાન્સમિશન લાઈનોના 28,608 સર્કિટ કિલોમીટરના મુદ્રીકરણથી રૂ .45,200 કરોડ પૂરા થશે. 39,832 કરોડ રૂપિયા છ ગીગાવોટની વીજ ઉત્પાદન સંપત્તિમાંથી આવશે.

ટેલિકોમ ક્ષેત્રે BSNL અને MTNL ના 86 લાખ કિલોમીટર ભારત નેટ ફાયબર અને 14,917 સિગ્નલ ટાવર્સના મુદ્રીકરણથી 35,100 કરોડ રૂપિયા આવશે. રૂ. 29,000 કરોડ ગોડાઉન અને કોલસાની ખાણોમાં મુદ્રીકરણથી આવશે. 24,462 કરોડ 8,154 કિલોમીટર લાંબી કુદરતી ગેસ પાઇપલાઇન્સના મુદ્રીકરણથી આવશે. 3,930 કિમી ઉત્પાદન પાઇપલાઇન્સના મુદ્રીકરણથી 22,504 કરોડ ઉપલબ્ધ થશે.

એરપોર્ટના મુદ્રીકરણથી રૂ. 20,782 કરોડ પ્રાપ્ત થશે., 12,828 કરોડ રૂપિયા બંદરોમાંથી પ્રાપ્ત થશે.
દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ અને બેંગલુરુ અને ઝીરકપુર સ્થિત બે પ્રાદેશિક કેન્દ્રો સહિત બે રાષ્ટ્રીય સ્ટેડિયમોના મુદ્રીકરણથી 11,450 કરોડ રૂપિયા આવશે. દિલ્હીમાં સરોજિની નગર અને નૌરોજી નગર સહિત 7 રહેણાંક વસાહતોના પુનર્વિકાસથી તેમજ ઘિટોર્નીમાં 240 એકર જમીન પર આવાસ/વ્યાપારી એકમોના વિકાસથી રૂ. 15,000 કરોડ ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *