એકસાથે ત્રણ ખેડૂત દીકરીઓએ (Farmer daughters) ઇન્સ્પેક્ટરની PT પરીક્ષા પાસ કરી પોલીસ ઓફિસર બની માતા-પિતાનું નામ રોશન કર્યું છે. ત્રણ સગી બહેનોએ એક સાથે ઇન્સ્પેક્ટરની પ્રારંભિક પરીક્ષા પાસ કરી સમાજમાં અનોખી ઉર્જા પ્રસરાવી છે. તેમજ પોતાનું અને તેમના માતા-પિતા સહીત ગામનું નામ રોશન કર્યું છે.
મળતી માહિતી અનુસાર ત્રણેયએ તેમનો પ્રારંભિક અભ્યાસ ગામની શાળામાં કર્યો છે, ત્યારબાદ તેઓએ સખત મહેનતથી સફળતા હાંસલ કરીને પોતાનું અને ગામનું નામ રોશન કર્યું છે. ખેડૂત પરિવારમાંથી આવતી આ ત્રણેય બહેનો પહેલાથી જ પોલીસ સેવામાં છે અને બાદમાં ત્રણેય ડીએસપી બનવા માંગે છે. ગામના નિમ્ન વર્ગના ખેડૂતના ઘરે જન્મેલી તેમજ ગ્રામ્ય વાતાવરણમાં ઉછરેલી ત્રણેય બહેનો ભવિષ્યમાં ડીએસપી બનવા માંગે છે. ત્રણેય બહેનોએ ગામની એક જ શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈને આ સફળતા હાંસલ કરી છે.
પરિવારની સાથે ગામનું નામ રોશન કરનાર આ ત્રણેય બહેનો ખેડૂતની દીકરીઓ છે. ગૃહિણી માતા અને ખેડૂત ભાઈને પાંચ બાળકો છે, ચાર પુત્રીઓ અને એક પુત્ર. ખેડૂત ભાઈની આ ચાર પુત્રીઓમાં સૌથી મોટી પુત્રી જ્યોતિ કુમારી છે, જ્યારે બીજા નંબરે સોની કુમારી અને ત્રીજા નંબરે મુન્ની કુમારીએ ઇન્સ્પેક્ટરની પ્રારંભિક પરીક્ષા પાસ કરી છે.
જાણવા મળ્યું છે કે, જ્યોતિ અને તેની બે બહેનો હાલમાં બિહાર પોલીસ સર્વિસમાં કાર્યરત છે. જ્યોતિ મોતિહારી અને મુન્ની જયનગરમાં પોસ્ટેડ છે. તે જ સમયે, એક બહેન સાર્જન્ટ મેજર તરીકે પોલીસ સેવામાં કાર્યરત હોવાનું કહેવાય છે. હાલમાં ત્રણેય બહેનોની એકસાથે મળેલી આ સફળતાથી ઘરના લોકોને ખુબ જ ખુશી છે.
સફળ વિદ્યાર્થીનીઓની માતાએ જણાવ્યું હતું કે, બાળપણથી જ ત્રણેય બહેનો તેજસ્વી અને પોતાના જુસ્સામાં મક્કમ છે, જેના આધારે તેઓ આગળ વધી રહી છે. તે જ સમયે, કાકા કહે છે કે તે લોકો ખૂબ જ સરળ પરિવારમાંથી આવે છે અને ત્રણેય બહેનો સમાજના લોકો માટે ખુબ જ પ્રેરણાદાયી બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.