Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad) ખાતે ઉજવાઈ રહેલો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હવે અંતિમ ચરણમાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઓગણજ(Ognaj)માં ઉભા કરવામાં આવેલા ભવ્યથી ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 14 ડિસેમ્બરથી મુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો. ત્યાર બાદ આજ સુધીમાં અનેક દેશ અને વિદેશમાંથી ભાવિક ભક્તો પ્રમુખ સ્વામી નગર(PramukhSwami Nagar)ના દર્શનાર્થે આવ્યા હતા.
પ્રમુખસ્વામી નગરમાં સૌથી વધુ લોકોને આકર્ષતું હોય તો એ બાળ નગરી છે. જેને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ જાય છે અને બાળકોને ત્યાં ખૂબ જ મજા પડી જાય છે અને તેમા પણ જો વાત કરવામાં આવે તો ‘ધ વિલેજ ઓફ બુઝો’નામની 30 મિનિટનો શો તો બાળકો માટે જીવનભર યાદગાર અનુભવ સમાન બની જવા પામી છે. આ શોમાં ટીવી એક્ટર મનીષ વાધવા અને સુહાસી ધામીને તો મોટા ભાગના લોકો ઓળખતા હશે. પરંતુ મહત્વનું પાત્ર એટલે કે બુઝોનો રોલ ભજવનાર પર્વ ખખ્ખરને ભાગ્યે જ કોઈ ઓળખે છે. ફક્ત એટલું જ નહીં, તેનું નામ પણ ભાગ્યે જ કોઈ જાણે છે અને સાંભળ્યું હશે.
શોમાં કોણ બન્યું છે ‘બુઝો’ના માતા-પિતા?
ધર્મેશ શાહ નિર્દેશિત ‘ધ વિલેજ ઓફ બુઝો’નો સ્ક્રિન પ્લે, ડાયલોગ અને સ્ટોરી પ્રખ્યાત ફિલ્મ રાઇટર પ્રકાશ કાપડિયા(દેવદાસ, બ્લેક, બાજીરાવ મસ્તાની, પદ્માવત, તાન્હાજી: ધ અનસંગ વોરિયર, ગંગુબાઈ કાઠીયાવાડી) દ્વારા લખવામાં આવ્યા છે. ‘ધ વિલેજ ઓફ બુઝો’માં ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ કરનાર સુહાસી ધામી અને ચાણક્ય સીરિયલમાં ચાણક્યનો રોલ કરનાર મનીષ વાધવાએ બુઝોના માતા-પિતાનો રોલ ભજવ્યો છે.
જો વાત કરવામાં આવે તો મૂળ અમરેલીના દામનગરના વતની એવા પર્વ(બુઝો) ખખ્ખરનો પરિવાર હાલ સુરતમાં રહે છે. તેમના પિતા નીરવ ખખ્ખર હાર્ડવેરની દુકાન ચલાવી રહ્યા છે જ્યારે તેમના માતા રિદ્ધિ ખખ્ખર ગૃહીણી હોવા સાથે બ્યુટી પાર્લર ચલાવી રહ્યા છે. પર્વએ ક્રાઇમ પેટ્રોલથી લઈને અનેક ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેની આગામી ફિલ્મ દેશમાં વસ્તી વિસ્ફોટ પર આધારિત અને ચર્ચાસ્પદ બનેલી ‘હમ દો હમારે બારાહ’ છે.
જાણો કઈ રીતે મળ્યો ‘બુઝો’નો રોલ:
મહત્વનું છે કે, ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોનો રોલ મળવા અંગે તેમના માતા રિદ્ધિ ખખ્ખરે જણાવતા કહ્યું હતું કે, ‘અમારે સંતાનમાં પર્વ એક જ દીકરો છે. પર્વ પહેલેથી જ અભિનય કરે છે. તેમણે ઘણા બધા ફેશન શો પણ કરેલા છે. તેમજ ક્રાઇમ પેટ્રોલમાં પણ કામ કરેલું છે. તેણે કાસ્ટિંગવાળા દ્વારા આ રોલ મળ્યો હતો. પર્વ એલ.એચ.બોઘરા શિશુ વિહાર ત્રીજા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે અને તે માત્ર આઠ વર્ષનો છે.
પર્વને એક્ટિંગમાં રસ કેવી રીતે પડ્યો તે અંગે રિદ્ધિ ખખ્ખરે જણાવતા કહ્યું હતું કે, જયારે લોકડાઉનનો સમય ચાલતો હતો ત્યારે તે 6 વર્ષનો હતો અને એ સમયે તેમના વિડીયો બનાવતા હતા. અમે તેને કહેતા કે દીકરા તારે એક્ટિંગ કરવાની છે પણ તે વાતને ગંભીરતાથી લેતો નહોતો અને કહી દેતો હતો કે, ઓકે કરી લઉં છું. પરંતુ જ્યારે તે વિડીયો કરે ત્યારે એમ લાગે કે આમણે એક્ટિંગનો કોઈ કોર્સ કે ક્લાસ કર્યા હશે? ફિલ્મમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પણ પછી તો તે ફટાક એક્ટિંગ કરવા લાગ્યો હતો. પર્વ માત્ર 30 જ મિનીટમાં એક્ટિંગ સાથે એક પેઇજના ડાયલોગ કરી દે છે. તે ભણવામાં પણ હોંશિયાર છે અને તેને 94 % આવે છે. માત્ર એટલું જ નહી, તેની સાથે સાથે તેનું હિરો બનવાનું પણ સપનું છે. મહત્વનું છે કે, તેને તેમના પપ્પા જ બધું શીખવે છે.
પર્વ ખખ્ખરે પોતાની ફેવરિટ ગેમ અને ભોજન અંગે જણાવતા કહ્યું હતું કે, મને ગાંઠીયાનું શાક,ચાઇનીઝ અને મેગી ખૂબ જ ભાવે છે. મારું ફેવરિટ ગેમઝોન છે. તેમજ તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પણ ફરવાની ખૂબ મજા આવી હતી. મને મારો શો વિલેજ ઓફ બુઝો ખૂબ ગમ્યો, સાથે જ સી ઓફ સુવર્ણા, સંત પરમ હિતકારી, તૂટે હ્રદય, તૂટે ઘર, ચલો, તોડ દે યે બંધન જેવા શો પણ મને ખૂબ ગમ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.