પી.ટી જાડેજાનાં બદલાયા સુર: સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું, ટૂંક સમયમાં કરશે મોટો ધડાકો

PT Jadeja: લોકસભા ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં તમામ બેઠકો પર મતદાન પૂરું થઇ ગયું છે. આ દરમિયાન સૌથી વધુ ચર્ચાનો મુદ્દો રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજની નારાજગી રહી. આખા રાજ્યમાં દેખાવો કરવામાં આવ્યા. જેનું નેતૃત્વ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ કર્યું. હવે મતદાન પૂરું થઈ ગયા બાદ સંકલન સમિતિમાં જ ફાંટા પડી ગયાના અહેવાલ છે. સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ(PT Jadeja) સમિતિને જ ગદ્દાર ગણાવતાં રાજીનામું ધરી દેતાં ખળભળાટ મચી ગયો છે.

પાણીમાં બેસી ગયા બાપુ
ઉલ્લેખનીય છે કે આ પહેલા પદ્મિનીબા વાળાનું પણ ક્ષત્રિય સંકલન સમિતિથી મોહભંગ થયો હતો. હવે તેના બાદ પી.ટી.જાડેજાએ રાજીનામું ધરી દેતાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે. પી.ટી.જાડેજાએ રાજીનામું આપવાની સાથે સાથે એક મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે હું આગામી સમયમાં એક મોટો ઘટસ્ફોટ કરવાની તૈયારી કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે પી.ટી. જાડેજાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો જેમાં તેઓ કહે છે કે સંકલન સમિતિ બિનજરૂરી છે. હું તેની ઉઘાડી પાડી દઈશ. 11 વર્ષથી કહેતો આવ્યો છું કે સંકલન સમિતિએ શું કર્યું.

પીટી જાડેજાનો અહમ નહીં સંતોષાતા ઓડિયો થયો વાયરલ
ક્ષત્રીય સમાજના અલગ અલગ ગ્રૂપ અને સોશિયલ મીડિયામાં એક ઓડિયી વાઇરલ થઈ રહ્યો છે. પીટી જાડેજા એ ઓડિયોમાં સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે. મહિલા સહિત પાંચના ધંધાના પુરાવા હોવાનો દાવો કર્યો છે. અલગ અલગ છ ઓડિયો મેસેજ કરીને સંકલન સમિતિના હોદ્દેદારોને પી.ટી જાડેજા દ્વારા ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પીટી જાડેજાનો અહમ નહીં સંતોષાતા ઓડિયો મેસેજથી પ્રેસર ટેકનિક અપનાવ્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે.

પી.ટી જાડેજા મોટો ઘસ્ફોટ કરશે
જોકે તાત્કાલિક પી ટી જાડેજા પાણીમાં બેસી જતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. પીટી જાડેજા એ કહ્યું સંકલન સમિતિ ને હું ખુલ્લી પાડીશ. પી.ટી. જાડેજા સંકલન સમિતિને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં હું મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ શુ કર્યું.