PUBG રમતા છોકરો-છોકરી ઉંડા પ્રેમમાં પડ્યા- ત્યારબાદ જે થયું તે જાણી તમે પણ પબજી રમતા બંધ થઇ જશો

આજકાલ નાના-મોટા દરેક લોકો પબજી ગેમ રમતા જોવા મળે છે. તેમાં પણ યુવાનોમાં પબજી ગેમ હોટ ફેવકિટ ગેમ છે. હાલના યંગસ્ટર્સમાં ઓનલાઈન ગેમનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે અવાર-નવાર આ ગેમ દ્વારા બનતા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે ફરી એકવાર પબજી રમતા લોકો માટે અમદાવાદમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના અજીબોગરીબ કિસ્સામાં ઓનલાઈન પબજી ગેમ રમતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમસંબંધ એટલી હદ સુધી આગળ વધી ગયો કે, યુવકે વાત વાતમાં યુવતી પાસે શારીરિક સંબંધ માણવાની માંગણી પણ કરી નાંખી હતી.

યુવકની આવી અભદ્ર માંગણી જાણીને યુવતી હેબતાઈ ગઈ અને તેણે યુવકને આ ગેમમાં બ્લોક કરી નાંખ્યો હતો. યુવક બ્લોક થતાં તેને ખુબ જ ખોટું લાગી આવ્યું અને તેને બદલો લેવાનું નક્કી કર્યા બાદ યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી નાંખ્યું હતું. એકાઉન્ટ હેક થતાં તેમાં કોઈ ચેડા ન કરવામાં આવે તેના માટે યુવતીએ યુવક પાસે ઘણી આજીજી કરી હતી, પરંતુ યુવક માન્યો નહોતો. તેને ફેસબુક એકાઉન્ટ પરત કરવા માટે યુવતી પાસે 50,000 રૂપિયા માંગ્યા હતા. અને છેવટે આ ઘટના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને સોલા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આરોપી જીતેન્દ્ર

પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે PUBG ગેમ રમતા રમતા તેને જીતેન્દ્ર નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. અને આ યુવક તેની મિત્રનો મિત્ર હોવાથી બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી વાતચીત પણ થતી રહેતી હતી. જોકે, થોડા સમય બાદ આ મિત્રતા પ્રેમ સંબધમાં કેળવાય હતી. પરંતુ યુવક દ્વારા યુવતી સાથે ખરાબ માંગણી કરીને અશ્લીલ વાતો કરતા જ યુવતીએ તેની સાથે કોઈ સંપર્ક રાખ્યો ના હતો અને વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતું.

મળતી માહિતી અનુસરા, થોડા સમય બાદ યુવતી તેનું ફેસબુક એકાઉન્ટ ઓપન કરવા જતાં તે ઓપન થયું નહોતું. એટલે તેણે ફોર્ગેટ પાસવર્ડમાં જતા આરોપીનો નંબર જોવા મળ્યો હતો. જેથી યુવતીએ તેના ભાઈને સમગ્ર બાબતની જાણ કરી આરોપી પાસે બંને IDના પાસવર્ડ માંગ્યા હતા. જોકે, આરોપીએ રૂપિયા 50 હજારની માંગણી કરતા અંતે ફરિયાદી યુવતીએ પોલીસને જાણ કરી હતી. હાલમાં પોલીસએ ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *