ગુજરાતની પરિસ્થતિ જોઇને કેન્દ્રીય સચિવ ભડક્યા-આરોગ્ય અધિકારીઓને લીધા આડેહાથે

હાલમાં ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી 28,000 કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે.…

હાલમાં ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી 28,000 કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી 20,000ની આસપાસ કેસ આવી ચુક્યા છે. જયારે સુરતમાં 10,000 કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે. તો રાજ્યમાં કોરોનાના વધતા કેસને જોતા આજે કેન્દ્રની આરોગ્ય ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમ કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના નેતૃત્વમાં અહીં આવી ચુકી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરીની સાથે એક નિષ્ણાંત ડોક્ટર પણ આવ્યા છે. આ ટીમ આજે સવારે 6.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોચી ગઈ હતી. ત્યારબાદ અમદાવાદના કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાતે જશે. કેન્દ્રની ટીમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા સોલા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકે છે.

ગુજરાતના અમદાવાદ આવેલી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય ટીમ કોર્પોરેશનના જવાબથી અસંતુષ્ઠ હોવાની વાત જાણવા મળી છે. ત્રણ અધિકારીઓ અલગ-અલગ જવાબ આપતા સંયુક્ત સચિવ લવ અગ્રવાલ નારાજ થયા છે. ચોક્કસ જવાબ ન મળતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની ઝાટકણી કાઢી છે. લવ અગ્રવાલે કોઇ એક ડેટા કોઇ એક વ્યક્તિ આપે તેવી વાત કરી છે. આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ તથા એકેડેમિક એક્સપર્ટ ડૉક્ટર આજે ગુજરાતની મુલાકાતે છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ડોક્ટર રાજીવ ગુપ્તા હયાત હોટેલમાં ઉપસ્થિત છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સાથે બેઠક કરી હતી. અને આ બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસો અંગેની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. કોરોનાના કહેર અને તેની સામે સુવિધા અને સાવચેતીના કેવા પગલાં લીધેલા છે તે અંગે સમીક્ષા કરી હતી.

એક વ્યક્તિ સરખો જવાબ આપો મારો સમય ન બગાડો: લવ અગ્રવાલ

કેન્દ્રની ટીમે કન્ટેઇનમેન્ટ ઝોન એવા માનસી સર્કલ પાસે આવેલા સેટેલાઈટ ટાવરની પણ મુલાકાત લીધી હતી. કોર્પોરેશનના અધિકારીઓને સવાલો પૂછ્યા હતા. કન્ટેઇનમેન્ટ ઝોન અંગે અલગ-અલગ જવાબ આપવામાં આવતા લવ અગ્રવાલ ભડક્યા હતા અને કહ્યું હતું કે, એક વ્યક્તિ સરખો જવાબ આપો મારો સમય ન બગાડો. તેમણે ધનવંતરી રથમાં ટેસ્ટ અંગે પણ પૂછ્યું હતું. લવ અગ્રવાલે સવાલે કર્યો હતો કે, શુ રથ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉભો છે? રથમાં કોરોનાનાં ટેસ્ટ થાય છે?

કેન્દ્રીય આરોગ્યની ટીમ અમદાવાદની મુલાકાતે

લવ અગ્રવાલે ધનવંતરી રથની સમીક્ષા કરી

હાલમાં મહારાષ્ટ્ર, તેલંગણા, દિલ્હી અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધારે વકરી છે. જેને લઇને કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોની મુલાકતે જઇ રહી છે. જેના ભાગરૂપે કેન્દ્રના આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે. આ કેન્દ્રની આરોગ્ય ટીમે ગોતાના વસંતનગરની મુલાકાત લીધી હતી. વસંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધનવંતરી રથની સમીક્ષા કરી હતી. કેન્દ્રની ટીમ સાથે આરોગ્ય કમિશનર જે.પી શિવહરે હાજર રહ્યા હતા.

કેન્દ્રીય આરોગ્યની ટીમ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે

ગુજરાત પહોંચેલી ટીમે અમદાવાદના ગોતા, ઘાટલોડિયા વિસ્તારમાં કોરોનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ કેન્દ્રીય આરોગ્યની ટીમ માનસી ચાર રસ્તા પાસે આવેલા પરીક્ષણ કેન્દ્રની મુલાકાતે પહોંચી. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલની અધ્યક્ષતામાં ગુજરાતની મુલાકાતે પહોંચી છે. ત્યારે અમદાવાદ ખાતે AMC કમિશ્નર, અમદાવાદના કલેકટર,  હોસ્પિટલના ડોકટરો અને આરોગ્યના અઘિકારીઓ સાથે કેન્દ્રીય આરોગ્યની ટીમબેઠક કરશે. કેન્દ્રીય આરોગ્ય ટીમ દ્વારા હોસ્પિટલોમાં વ્યવસ્થા સહિતની બાબોતમાં સુચન આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્યની ટીમ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત પણ કરશે.

અમદાવાદમાં કરેલી બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસો અંગેની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. બેઠક બાદ કન્ટેઇનમેન્ટ ઝોન, કઠવાડા તથા ધનવંતરી રથની મુલાકાત લઇ રહ્યાં છે. કેન્દ્રની ટીમ શહેરની હોસ્પિટલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. આજે મુલાકાત બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *