હૈદરાબાદના હુમાયુ નગરમાં એક વહુએ તેની સાસુને નિર્દયતાથી માર માર્યો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં વહુએ તેના સાસુના વાળ પકડીને શેરીમાં ઢસડી લાવી હતી અને પછી તેને તમાચો પણ માર્યો હતો. હૈદરાબાદના હુમાયુ નગરમાં માનવતાને શરમાવે તેવો એક મામલો સામે આવ્યો છે. અહીં પુત્રવધૂએ સાસુ પર જાહેરમાં હુમલો કરવાના કેસમાં FIR નોંધવામાં આવી છે.
પુત્રવધૂ એ પોતાની સાસુને નિર્દયતાથી માર મારવાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, પુત્રવધૂ 55 વર્ષીય સાસુને પહેલા તેના વાળ ખેંચીને શેરીમાં ઢસડી લાવે છે અને પછી તેના ગાલ પર ઘણી વાર તમાચો પણ મારી રહી છે.
સીસીટીવી પર સ્પષ્ટ જણાય છે કે પુત્રવધૂ તેની સાસુને ક્રૂરતાથી માર મારી રહી છે અને નજીકમાં ઊભેલો તેનો નાનો પુત્ર તેના મોબાઈલ ફોન પર આખી ઘટનાને કેદ કરી રહ્યો છે. સીસીટીવીમાં જોતા લાગે છે કે કેટલાક લોકો મહિલાને સમજાવવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ તે કોઈની વાત સાંભળતા નથી. તથા આ દરમિયાન વૃદ્ધ મહિલાને બચાવવા માટે કોઈ આવતું નથી.
સીસીટીવી વિડીયો વાયરલ થતાં જ પોલીસે પુત્રવધૂ અને તેની સાસુ વિરુદ્ધ આઈપીસીની કલમ-323 હેઠળ એફઆઈઆર નોંધી છે.
એવું કહેવામાં આવે છે કે, સાસુએ પુત્રવધૂના માળે પર વીજળી અને પાણી બંધ કરી દીધું હતું, ત્યારબાદ ઝઘડો શરૂ થયો હતો.
આરોપી પુત્રવધૂનું કહેવું છે કે, તેને તેના પતિને મળવાની પણ છૂટ નથી, તે પોતાના પતિ સાથે ફોન પર વાત પણ કરી શકતી નથી. મહિલાનો પતિ સાઉદી અરેબિયામાં રહે છે. બંનેએ જૂન 2018 માં લગ્ન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle