કોઈને પાણીમાં ડૂબતા જોઇને સ્પષ્ટ છે કે પહેલો વિચાર આવે કે તેમના જીવનને કેવી રીતે બચાવવું. આ પ્રમાણેની સ્થિતિમાં જો જાપાનમાં કોઈ મહિલાને ડૂબી રહેલી જોઇને ઈમરજન્સી સર્વિસને ફોન કર્યો હતો. પરંતુ જ્યારે બચાવ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ડૂબી રહેલી મહિલાને પાણીમાંથી બહાર કાઢી ત્યારે દરેકને આશ્ચર્ય થયું. વાસ્તવિકતામાં ખરેખર તે કોઈ મહિલા નહોતી પરંતુ રબરથી બનેલી સેક્સ ડોલ(ઢીંગલી) હતી. હાલમાં ક્યાં વ્યક્તિએ આ ડોલ(ઢીંગલી)ને પાણીમાં ફેંક હતી તેના વિશે જાણકારી મળી નથી.
આ રસપ્રદ ઘટના જાપાનની છે. આ ઘટના અંગે ટ્વીટ કરતા યુટ્યુબર Tanaka Natsukiએ જણાવ્યું હતું કે તે ઘટના બની તે સમયે હાજર હતી. તે જાપાનના હાકિનોહે શહેરમાં નદીના કાંઠે ફિશ વીડિયો શૂટ કરી રહી હતી. ત્યારબાદ તેમણે જોયું કે પોલીસકર્મીઓ ડૂબતી યુવતીને બચાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.
આ જોઈને તે યુટ્યુબ પર ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને તેણે આખો વીડિયો પણ શૂટ કર્યો. યુટ્યુબરે ટિ્વટ કરીને લખ્યું છે કે નદીમાં ડૂબી રહેલી સેક્સ ડોલ(ઢીંગલી) બરાબર સ્ત્રીની જેમ લાગી હતી. તે જોતા ત્યાં હાજર એક વ્યક્તિએ પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. એક એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર આવી પહોચી આવી હતી. જ્યારે આ મહિલાને પાણીની બહાર ખેંચી લેવામાં આવી ત્યારે, દરેકને છેતરપિંડી થઇ હોવાનું જણાયું. કારણ કે તે ખરેખર સેક્સ ડોલ(ઢીંગલી) હતી.
釣り動画撮影してる最中に、プカプカと人間の死体が流れてきたと思ったらダッチワイフでした??
で、どなたか勘違いして通報したらしく警察消防救急がめっちゃ集まってきて無事ワイフが救出されてました…。おう。 pic.twitter.com/VOFwpKtPmK— 田中なつき/なっちゃん (@nachangagaga) June 18, 2021
આ ઘટનાને લઈને એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે, ભલે તમને લોકોને આ રમુજી ઘટના લાગે પણ એમ્બ્યુલન્સ પોલીસ અને ઇમરજન્સી સર્વિસના લોકો માટે જરાય રમુજી નથી. લોકોએ સમજવું જોઇએ કે તેઓએ તેમના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. પ્રશાસન તંત્રને તે જ રીતે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.