ડ્રાઇવરના નિયંત્રણ ગુમાવી દેવાથી ડિવાઈડર પાર કરીને સામે આવી રહેલી ટ્રક સાથે ટક્કર લીધી.
બધા મૃતકો પૂણેના યાવત ગામના રહેવાસી હતા.
પુણે અહીંયા પુણે સોલાપુર હાઇ વે પર શુક્રવારની મોડી રાત્રે ટ્રકની ટક્કરથી કારમાં સવાર નવ લોકોનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. બધા મૃતક પુણેના રાવત ગામના રહેવાવાળા હતા. એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. આ લોકો રાયગઢ ફરીને પાછા આવી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ 1:00 વાગે પૂણે સોલાપુર હાઇવે ઉપર એકદમ ગામ પાસે થઈ. જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે કાર ઉપર નિયંત્રણ ગુમાવી દેતા ગાડી ડિવાઈડર પાર કરી સામે આવી રહેલી ટ્રક સાથે ભટકાઇ ગઇ. મૃતકોની ઓળખ આ પ્રમાણે થઈ છે. અક્ષય વાયકર, વિશાલ સુભાષ યાદવ, નિખિલ ચંદ્રકાંત, નૂર મોહમ્મદ અબ્બાસ, પરવેજ , શુભમ રામદાસ, અક્ષય ચંદ્રકાંત, દત્તા ગણેશ, જુબેર મુલની.
આ તમામ લોકોના મૃત્યુ દુર્ઘટના સ્થળે થયા હતા. ત્યારબાદ તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. બધા જ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.