પંજાબના મુખ્યમંત્રી ભગવત માને (Punjab Chief Minister Bhagwat Mane)પોતાના સ્વાસ્થ્ય મંત્રી પર ભ્રષ્ટાચાર નો આરોપ લાગતા તેમને કડક કાર્યવાહી કરી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રી ભગવંત માને વિજય સિંઘ(Vijay Singh) વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવાનો નિર્દેશ આપી દીધો છે. મળતી માહિતી મુજબ એન્ટીકરપ્શન બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
વિજય સિંગલા ભગવંત માન સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકેની ફરજ બજાવતા હતા. વિજય સિંગલા પર કોન્ટ્રાક્ટ બદલ એક ટકો કમિશન ની માંગણી કરવાનો આરોપ છે. આ બાબતે પુરાવા મળી આવ્યા છે તેવું પંજાબના સીએમ નું કહેવું છે. જ્યારે નક્કર પુરાવા મળ્યા ત્યારે પંજાબના સીએમ એ તેમને બહારનો રસ્તો દેખાડી દીધો હતો.
Punjab CM Bhagwant Mann sacks state’s Health Minister Vijay Singla following complaints of corruption against him. He was demanding a 1% commission from officials for contracts. Concrete evidence found against Singla: Punjab CMO pic.twitter.com/YGFw1SYtzk
— ANI (@ANI) May 24, 2022
તેઓએ કહ્યું હતું કે અહીંયા એક ટકાનો ભ્રષ્ટાચાર પણ સહન કરવામાં આવશે નહીં તેથી તેમને કાઢવામાં આવશે. મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે જનતાએ ખૂબ આશા સાથે મને આમ આદમી પાર્ટીની સરકાર મા સી એમ બનાવ્યો છે. તેમાં ફરજ બજાવીએ મારી પૂરેપૂરી જિમ્મેદારી છે.
તેઓએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ જેવા ભારત માતાના પુત્ર અને ભગવાનમાં જેવા ઉપાયો છે ત્યાં સુધી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત ચાલુ રહેશે એ પછી ભારતના કોઈ પણ ખૂણામાં હોય. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કેજરીવાલે ભ્રષ્ટાચારની સિસ્ટમને જડમૂળમાંથી ઉખાડી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.
તેની શરૂઆત પણ તેઓએ કરી દીધી છે. તેઓએ કહ્યું કે પંજાબમાં પહેલી વાર એવું જોવા મળ્યું છે કે કોઈ મંત્રીની મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર મામલે છુટ્ટી કરી હોય. હું અગાઉના સમયમાં પણ આવા કામ કરીશ અને જનતાએ જે મારા પર વિશ્વાસ કર્યો છે તેના પર ખરો ઉતરીશ.