પોલીસે અભિનેતા સોનુ સૂદ(Sonu Sood) વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના સંદર્ભમાં મોગાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ(Magistrate)ના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધ્યો છે. દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર, રવિવારે મોગા જિલ્લામાં સૂદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ આદેશનું અનાદર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પંજાબ વિધાનસભા ચૂંટણી(Punjab Assembly Election) માટે રવિવારે મતદાન થયું હતું.
ચૂંટણી પંચે રવિવારે અભિનેતા સોનુ સૂદને મોગામાં મતદાન કેન્દ્ર પર જવા પર રોક લગાવી દીધી હતી. સૂદ પર મતદારોને પ્રભાવિત કરવાના આરોપો બાદ પંચે આ પગલું ભર્યું હતું. સૂદે આ આરોપોને નકારી કાઢ્યા છે. સૂદની બહેન મોગા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.
મોગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, પોલીસને માહિતી મળી હતી કે સૂદ મોગાના લાંડેકે ગામમાં તેની બહેન માટે પ્રચાર કરી રહ્યો હતો.
તે ગામમાં વાહનમાં બેઠો જોવા મળ્યો હતો અને આમ કરીને તેણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. મોગાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચરણજીત સિંહ સોહલે સોમવારે જણાવ્યું હતું કે સૂદ ત્યાં ન હોવો જોઈએ અને તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.