કોંગ્રેસ સાશિત આ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં ધરખમ ઘટાડો! ગુજરાતમાં પણ…

Published on: 5:51 am, Tue, 19 February 19

ગઈકાલે રજુ થયેલા બજેટમાં પંજાબ સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૃ.પાંચ અને ડિઝલમાં રૂ.એકનો ઘટાડો જાહેર કર્યો છે. નોંધનીય છે કે, પંજાબ સરકાર બજેટમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો જાહેર કરીને સામાન્ય માણસોને મોટી રાહત આપી છે હવે જોવાનું રહ્યુ છે કે શુ ગુજરાત પેટ્રોલના ભાવમાં ઘટાડો કરીને લોકોને કેટલી રાહત આપશે?

પંજાબના નાણા મંત્રી મંપ્રિત સિંહ બાદલે જણાવ્યુ કે, નવા નાણાકીય વર્ષમાં સરકારે રૃ.૧,પ૮,૪૯૩ કરોડના ખર્ચનો અંદાજ રાખ્યો છે જો કે, સરકારે કોઈ પણ નવો ટેક્સ લાદયો નથી. રાજ્યોના બજેટમાં, એગ્રિકલ્ચર, હેલ્થ, એજ્યુકેશન અને ગ્રામિણ તથા શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોક્સ કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ ફંડોમાં ફાળવણી ૯થી ૩૬ ટકા વચ્ચે વધારી છે.

ર૦૧૯-ર૦માં રાજ્યની કુલ આઉટસ્ટેન્ડિંગ ડેટ રૃ.ર,ર૯,૬૧ર કરોડ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે તેની તુલનાએ ર૦૧૮-૧૯માં રૃ.ર,૧ર,ર૭૬ કરોડ અંદાજ રાખવામાં આવ્યો હતો. નાણા મંત્રીએ રેવન્યુ ડેફિસિટ રૃ.૧૧,૬૮૭ કરોડ અને રાજકોષિ ખાધ રૃ.૧૯,૬પ૮ કરોડ રહેવાની આગાહી કરી છે. મેક ઈન પંજાબની નવી પોલિસીના અનુસાર, સરકાર રાજ્યમાં ઉત્પાદન થનારા ગુડ્સને પ્રોત્સાહન આપી રહી છે. ર૦૧૯-ર૦માં સરકારે આની માટે રૃ.૩૦૦૦ કરોડ ફાળવ્યા હતાં.