એક ખુરશીની કિંમત વધુમાં વધુ કેટલી હોઈ શકે? ૨૦૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦. પરંતુ અહિયાં મહાનગર પાલિકાએ SMC શાસક પક્ષના નેતા માટે 38751 હજારની ખુરશી ખરીદી છે. મહાનગર પાલિકાને વિવિધ તકલીફોનો સામનો કરતી પ્રજાના સવાલો સાંભળવાની તકલીફ પડે છે, પ્રજાલક્ષી કામ માટે આ લોકો પાસે પૈસા નથી અને SMC શાસક પક્ષના નેતા માટે ભાન ભૂલી 38751ની એક ખુરશી ખરીદી રહી છે આપણી મહાનગર પાલિકા.
આ પહેલા પણ સુરત મહાનગર પાલિકા અનેક વિવાદોમાં ફસાઈ છે. લોકડાઉનમાં ખીચડી કૌભાંડ, કુતરાની નસબંધી, શૌચાલય કૌભાંડ જેવા વિવિધ કૌભાંડો આચરી કોરોડો રૂપિયા ચાઉં કરી ગયા છે. હાલમાં આવું જ એક કૌભાંડ ખુરશી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં SMC શાસક પક્ષના નેતા માટે જેવી રીતે નહિ પરંતુ 38751 હજારની ખુરશી ખરીદવામાં આવી છે.
આ સમાચાર સામે આવતા લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો છે. લોકો કહી રહ્યા છે કે, મત માંગવા આવે ત્યારે તો સેવા કરવા આવ્યા છીએ એવું કંઈક કહેતા હતા ને આજે જનતા જ પૈસે લીલાલેર કરી રહ્યા છે. જનતાના કામ કરવા માટે પાલિકા પાસે પૈસા નથી અને 38751 હજારની ખુરશી ખરીદવા પાલિકા પાસે કોઠારના કોઠાર ભર્યા છે. આ ફક્ત વાતો જ નથી, પરંતુ આ ઘટનાની પૃષ્ટિ કરતી તસ્વીરો પણ સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.