સમગ્ર દેશમાં આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધતો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના ઉત્તર પ્રદેશમાં આવેલા ઝાંસી માંથી સામે આવી છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પ્રખ્યાત પુષ્પેન્દ્ર યાદવ એન્કાઉન્ટર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.
2019માં આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પુષ્પેન્દ્ર યાદવની પત્ની શિવાંગીએ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. પોલીસને ઘટનાની જાણ થતા તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. પોલીસને શિવાંગીના હાથ પર લખેલી સુસાઈડ નોટ મળી છે. જેમાં તેણીએ આપઘાત માટે પોતાને જવાબદાર ગણાવી.
વાસ્તવમાં, જાલૌનના કાલ્પી તહસીલના પિપરાયા ગામના રહેવાસી રાકેશ યાદવની પુત્રી શિવાંગીના લગ્ન ઝાંસી જિલ્લાના કરમુખાના રહેવાસી પુષ્પેન્દ્ર યાદવ સાથે 2019માં થયા હતા. લગ્નના થોડા મહિનાઓ પછી, પુષ્પેન્દ્ર યાદવને ઝાંસી જિલ્લામાં જ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં મારી નાખ્યો હતો. આ એન્કાઉન્ટર બાદ પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ હતી.
પુષ્પેન્દ્ર યાદવ એન્કાઉન્ટરની તપાસ હજુ ચાલી રહી છે. આ દરમિયાન આજે પુષ્પેન્દ્રની પત્ની શિવાંગીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારે જ્યારે પરિવારજનોએ તેને ફાંસીથી લટકતી જોય ત્યારે ઘરમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ સ્વજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
શિવાંગીએ પોતાના હાથ પર સુસાઈડ નોટ લખી છે. શિવાંગીએ લખ્યું કે, ‘હું મારી સ્વતંત્ર ઇચ્છાથી મરી રહી છું જેથી કરીને કોઈને ફસાવા નઈ.’ જોકે પોલીસ અનેક પાસાઓ પર તપાસ કરી રહી છે. આ સાથે સ્યુસાઈડ નોટના હેન્ડરાઈટિંગમાં પણ મેચ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ શિવાંગીના પિતા રાકેશે જણાવ્યું કે મને ખબર નથી કે શિવાંગીએ આવું કેમ કર્યું.
શિવાંગીના આપઘાત પર પુષ્પેન્દ્રના પિતા હરિશ્ચંદ્ર યાદવે કહ્યું કે, પુત્રના મૃત્યુ બાદ પુત્રવધૂ એકલતા અનુભવી રહી હતી, તે પોતાની મરજીથી પોતાના પિતાના ઘરે રહેતી હતી, મને આપઘાતનું કારણ ખબર નથી, બીજી તરફ સીઓ સિટી દેવેન્દ્ર પચૌરીએ જણાવ્યું કે સુસાઈડ નોટ લખવાની તપાસ કરવામાં આવી રહી છે અને તહરીના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.