તુલસીને આપણા ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તમામ લોકો પૂજાની અંદર તુલસીનો ઉપયોગ કરે છે. તુલસીમાં કેટલાંક આયુર્વેદિક ગુણો રહેલાં છે જે આપણે સૌ જાણીએ છીએ પણ જ્યોતિષમાં તુલસીના ચમત્કારિક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આજે આપને એક એવો જ ઉપાય જણાવીએ છીએ. તુલસીના છોડની અંદર ફક્ત એક જ વસ્તુ રાખી દેવાથી તમારી તમામ મુશ્કેલીઓ તરત જ દૂર થઇ જશે.
1. કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા:
કલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે તુલસીના છોડની અંદર એક નાનો ચાંદીનો સાપ દબાવી દેવો તેમજ દરરોજ તુલસીના છોડનું ધૂપ કરવો જોઈએ. આવું કરવાથી તમામ દોષ દૂર થઇ જશે.
2. સૌભાગ્ય પ્રાપ્તિ માટે:
સૌભાગ્ય પ્રાપ્તિ માટે તુલસીના છોડ પર દરરોજ જળ ચઢાવવું જોઈએ. આની સાથે જ સાંજના સમયે દેશી ઘીનો દિવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી તમામ દોષ દૂર થઇ જશે.
3. ધન પ્રાપ્તિ માટે:
ધન પ્રાપ્તિ માટે ગુરુવારે તુલસીના છોડની અંદર 1 રૂપિયાનો સિક્કો દબાવીને તુલસી માતાને લાલ ચૂંદડી ઓઢાવી દેવી. આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે.
4. પિતૃ દોષથી મુક્તિ મેળવવા:
પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તુલસીના છોડની બાજુમાં એક કાળા ધતુરાનો છોડ લગાવવો. જ્યોતિષનાં મત મુજબ દરરોજ સવારમાં તુલસી તથા ધતુરાના છોડમાં દૂધ ચઢાવવાથી તમામ દોષમાંથી મુક્તિ મળે છે.
5. દોષ દૂર કરવા:
જીવનમાં આવેલ બધાં દોષ દૂર કરવા માટે તુલસીના છોડની સાથે શાલિગ્રામ લગાવી દેવું. એવું માનવામાં આવે છે કે, તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે થયા હતા. જેને લીધે આમ કરવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle