જૂનાગઢ(ગુજરાત): વિશાળકાળ પશુ પ્રાણીને પણ અજગર ધારે તો ગળી શકે છે અને તેના અનેક ઉદાહરણો જોવા મળતા હોય છે. એકવાર અજગર કોઈ ચીજ ગળી જાય પછી ક્યારેક જ તેને બહાર કાઢે છે તેવું દૃશ્ય ભાગ્યે જ જોવા મળે છે.પરંતુ સામે આવેલી આ ઘટનામાં એક અજગરે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો હતો. કેમેરામાં કેદ થયેલા આ લાઇવ દૃશ્યો ખુબ જ વાયરલ થયા છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢના કેશોદના શેરગઢના કૃષ્ણનગરમાં રેસ્ક્યૂ ટીમ દ્વારા અજગરને પકડવામાં આવ્યો છે. આજરોજ કૃષ્ણનગર વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વનવિભાગ દ્વારા આ છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ અજગરને જોવા માટે લોકોની ભીડ જામી ગઈ હતી. આ દરમિયાન અજગરના રેસ્ક્યૂ વખતે દુર્લભ ઘટના જોવા મળી હતી.
પ્રકૃતિ પ્રેમીઓને આવી ઘટના વારંવાર જોવા મળતી હોય છે. રેસ્ક્યૂ દરમિયાન અજગરે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો હતો. આ ઘટનાના ભાવુક દૃશ્યો કેમેરામાં કેદ થતાની સાથે જ શેરગઢનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
આ સમગ્ર ઘટના દરમિયાન વનવિભાગ દ્વારા સફળતાપૂર્વક અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને વનવિભાગ દ્વારા એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી.
જોકે, ઠંડુ વાતાવરણ હોવાથી આ પ્રકારના સરીસૃપો અવારનવાર બહાર આવી જતા હોય છે ત્યારે વાડી વિસ્તારમાં દેખાયેલા અજગરને સલામત રીતે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.