પોલીસે આ ‘થેરગાંવ ક્વીન’ (Thergaon Queen) ઈન્સ્ટાગ્રામના નામે એકાઉન્ટ ચલાવનાર છોકરી અને તેના અન્ય પાર્ટનરની ધરપકડ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર ‘થેરગાંવ ક્વીન’ નામથી એકાઉન્ટ ચલાવનારી આ યુવતીનું નામ સાક્ષી હેમંત જણાવવામાં આવી રહ્યું છે. તેમજ તેની મિત્ર સાક્ષી રાકેશ કશ્યપની પોલીસે ધરપકડ કરી છે. જે મહારાષ્ટ્ર (Maharashtra) ના પિંપરી ચિંચવડના થેરગાંવ વિસ્તારના છે.
પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર સાક્ષી સાથે દેખાયો તેનો ત્રીજો પાર્ટનર કુણાલ કાંબલે હજુ પણ ફરાર છે. જેને પોલીસ શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે આ લોકો અશ્લીલ વીડિયો બનાવતા હતા, જ્યારે પોલીસને આ મામલે ફરિયાદ મળી તો તેમણે ધરપકડ કરી.
યુવતીના ઈન્સ્ટાગ્રામ બાયોમાં તેણે લખ્યું છે, ?????? ?????? ???????????, ????? ????, ??? ?????, ???? ??????, ???????? ….. સાક્ષીએ તેના અન્ય બે સાથીઓ સાથે અનેક વીડિયો બનાવ્યા, જે વાયરલ થયા. આ તમામ વીડિયોમાં અભદ્ર ટિપ્પણીઓ, અશ્લીલ કૃત્યો, અપશબ્દોનો સમાવેશ થતો હતો. કેટલાક વીડિયોમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ત્યારબાદ વાકડ પોલીસ સ્ટેશનના મહિલા સબ ઈન્સ્પેક્ટર સંગીતાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને સાક્ષી હેમંત શ્રીશ્રીમલ સહિત તેના પુણેમાં રહેતા મિત્ર કુણાલ કાંબલે અને ચિંચવાડ વિસ્તારમાં રહેતા મિત્ર સાક્ષી રાકેશ કશ્યપ વિરુદ્ધ કલમ 292, 294, 506, 34 તેમજ આઈટી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.