નોકરી છોડી બન્યા સિંગર- મીરાબેન આહીરના કોકિલ કંઠે થયેલ સાક્ષાત્કારને 50 લાખ લોકોએ જોયો

શાળાઓમાં જ્યાં નવા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યાં ઘણાં એવા બાળકો-વિદ્યાર્થીઓ પણ છે જેઓ પોતાની કારકિર્દીમાં આગળ શું કરવું તે નક્કી નથી કરી શક્યા. ત્યારે ગુજરાતી લોકસંગીતનાં લોકપ્રિય ગાયક મીરાબહેન આહીરે Helo App પર થયેલાં Liveમાં પોતાનાં જીવનની કેટલીક બાબતો અને અનુભવ તેમનાં ચાહકો સાથે વહેંચીને એમ કહ્યું કે,”મનને જે ગમે એ જ કરવું જોઈએ.”

RJ Harsh સાથે થયેલાં આ live interviewમાં તમીરાબહેન આહીરે જણાવ્યું પોતે એલ.એલ.બી. ભણેલાં છે, અને સ્નાતક થયા પછી તેઓ ખૂબ સારી નોકરી પણ કરતા હતાં. પરંતુ, જ્યારે તેમને સમજાઈ ગયું કે તેમને નોકરી કરતાં વધુ સંગીતમાં-ગાયકીમાં વધારે રસ પડે છે, ત્યારે તેઓ પોતાની ખૂબ સારા દરજ્જાની નોકરી છોડી દઈ લોકસંગીતમાં ‘યા હોમ’ કરીને આગળ વધ્યા અને ફતેહને પામ્યા.

Helo પર થયેલું આ live અત્યાર સુધી 50 લાખ કરતાં પણ વધુ લોકોએ જોયું છે અને ઘણાંબધા વિદ્યાર્થીઓ અને ચાહકો તેમની આ વાતથી પ્રોત્સાહિત થયા હશે. મહામારી જેવા કપરા સમયમાં એક કલાકાર તરીકે પોતાનાં ચાહકોને કેવી રીતે entertain કરતા રહેવા તેમજ તેમની સાથે લાઈવ દ્વારા કેવી રીતે સ્ટાર અને ચાહકનો સેતુ બાંધી રાખવો તેનું ઉત્તમ ઉદાહરણ મીરાબહેન આહીરે તેમનાં Helo Liveમાં આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *