કાપડ ઉઘોગ બાદ હવે ખેડુત સમાજ અને ડેરી ઉઘોગ દ્વારા આર-સેપનો વિરોધ કરવામા આવી રહ્યો છે. જો આર-સેપ લાગુ કરવામા આવશે તો 53 લાખ ખેડુત અને 33 લાખ દુધ ઉત્પાદકો બેરોજગાર બનશે તેવી ભીતી સેવાય રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ચીન, જાપાન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિંયા અને દ કોરિયા સહિતના 16 દેશો સાથે રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ કરાર કરવામા આવનાર છે. આર-સેપને કારણે ગુજરાતના લગભગ 53 લાખ ખેડુતો અને 33 લાખ જેટલા દુધ ઉત્પાદકોને માઠી અસર થવાની શકયતા છે. ખેતી અને પશુપાલન પર નભતા દુધ ઉત્પાદક સંધના કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટરો , પાર્લરો, મજુરો સહિત લાખો લોકોની રોજગારી છીનવાઇ જશે.આરસેપને કારણે ઉભી થનારી સ્પર્ધામા ભારતના ખેડુતો, પશુપાલકો, ઉપરાત કારખાનેદારો, દુકાનદારોને ટકવું મુશકેલ બનશે. આરસેપના અમલને પગલે ભારતના ઉઘોગ-ધંધા સામે ખતરો સર્જાશે .
દક્ષિણ ગુજરાતમા જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડુતોની હાલત ખુબ જ દયનીય બની છે. પહેલા ખેડુતો પાણી માટે વલખા મારી રહ્યા હતા. જો કે હવે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે પાકને નુકશાન જઇ રહ્યુ છે. ગત મોડી રાતે જે રીતે દક્ષિણ ગુજરાતમા વરસાદ વરસ્યો હતો તેને કારણે ડાંગરના પાકનુ ઉત્પાદન કરનાર ખેડુતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
એક તરફ ડાંગરનો પાક તૈયાર થઇ ચુકયો છે અને કાંપણીની કામગીરી કરવામા આવી રહી છે ત્યારે વરસાદને કારણે ડાંગરનો પાક પીલાય જતા તેઓને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. એક અંદાજ મુજબ ડાંગરના ખેડુતોને રુ. 40 કરોડનુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે જો આ જ રીતની પરિસ્થિતિ રહેશે તો નુકશાનીનો આંકડો વધી શકે તેવી શકયતા વર્તાય રહી છે. હાલ ખેડુતોએ એક જ માંગ કરી છે કે તેઓને નુકશાન પેટે યોગ્ય વળતર રાજય સરકાર દ્વરા આપવામા આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.