લોહિયાળ પ્રેમ : પ્રીમિકાએ પ્રેમી સાથે મળીને પતિનું ખૂન તો કર્યું પણ…..

સુરત માં પ્રેમ નો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમા એક પરિણિતાએ પોતાના પ્રેમીને પામવા માટે પ્રેમી સાથે મળીને પતિની હત્યનું કાવતરૂ રચ્યુ હતું જો…

સુરત માં પ્રેમ નો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમા એક પરિણિતાએ પોતાના પ્રેમીને પામવા માટે પ્રેમી સાથે મળીને પતિની હત્યનું કાવતરૂ રચ્યુ હતું જો કે કેસને એક્સિડેન્ટમાં ખપાવવા માટેની તૈયારીઓ થઇ ગઇ હતી પરંતુ તળાવમાં ડૂબી જવાને કારણે પતિ અને પ્રેમી બન્નેનું મોત થયું છે. જો કે પોલીસ પત્નીની સઘન પૂછપરછ કરતા પત્ની પડી ભાંગતા સમગ્ર ઘટનાનો ભાંડાફોડ થયો છે.

પ્રેમમાં પાગલ થયેલા લોકો ને તમે જોયા હશે પણ સુરત માં પ્રેમમાં પાગલ થયેલી મહિલા જેલમાં જવાની વારી આવી છે કારણકે આ પરિણીતા એ પ્રેમીને પામવા માટે એક એવું કામ કર્યું કે તમે પણ વિચારતા થઈ જશો સુરત ના રાંદેર રોડ પર આવેલ ખાડા કુવા પાસે રહેતા કમલ પટેલ ના લગ્ન ખુશ્બુ બેન સાથે થતા હતા પણ ખુશ્બૂ બેન તુષાર નામના યુવાન સાથે પ્રેમ કરતી હતી ગતરોજ કમલ અને તુષાર નો મૃતદેહ ઓલપાડ જિલ્લા ના કોસમગામ સીમમાં આવેલ વરિયાવ તળાવ માંથી બંને ની લાશ મળી આવી હતી જોકે પોલીસે બનાવ વાળી જગ્યા પર પોહચી તપાસ કરતા કમલનું મોટર સાઇકલ અને તુષારનું બેગ મળી આવ્યુ હતુ જોકે પોલીસ ને આ યુવાન ની હત્યા લૂંટના ઇરાદે નથી થયું તેવું લાગતા આ બનેવ વચ્ચે ના સબંધ તપાસતા ખબર પડી હતી કે મરનાર કમલ ની પત્ની ના તુષાર સાથે પ્રેમ સબંધ છે આ મામલે કમલ ના પરિવારે ફરિયાદ કરતા પોલીસ કમલ ની પત્ની ને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો

સમગ્ર મામલો સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોતાના પ્રેમી ને પામવા માત્ર પત્ની ખુશ્બૂ પ્રેમી સાથે પતિને રસ્તા માંથીહટાવવા માટે કાવતરું ત્યાર રચ્યુ હતું જેના ભાગ રૂપે ગતરોજ પતિ સાથે ઓલપાડ ના સેગવા ગામ ખાતે મોટરસાઇકલ પર જવા નિકળી હતી જોકે પતિ સાથે નીકળી તે પ્રેમી તુષાર પહેલેથી જાણકારી આપી હતી જોકે પતિ સાથે કોસમગામ ની સીમ માંથી પસાર થતા હતા ત્યારે રસ્તા માં પ્રેમી એ કમલ ની બાઈક અટકાવી પહેલા તો ઝગડો શરૂ કર્યો હતો આ ઝગડો જોત જોતામાં ઝપા ઝપી સુધી પોહચી ગયો હતો જોકે કમલ અને તુષાર ઝપાઝપી કરતા મારા મારી પર ઉતરી આવ્યા હતા અને મારા મારી કરતા નજીક માં આવેલ વરિયાવ ના તળાવ માં પડ્યા હતા જેને લઈને બને યુવાન ના મોત થયા હતા જોકે આ મામલે આ બનેવ યુવાન ના મૃતદેહ મળી આવ્યા બાદ આજરોજ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી અને અંતિમક્રિયા બાદ કમલ ના પિતા યોગેશ ભાઈ  દ્વારા આ મામલે જહાંગીરપુરા પોલીસ મથક માં પત્ની ખુશ્બૂ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ખુશ્બુ ની પૂછપરછ કરતા સમગ્ર મામલે બનેલી ઘટના બાબતે કબૂલાત કરતા પોલીસે પત્ની ખુશ્બુ ની ધરપકડ કરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *