રાજકોટ હાઈવે પર અંધારી રાત્રે 3 રોમિયો બાઇક પર કરી રહ્યા હતા જોખમી સ્ટંટ: વિડીયો જોઇને ધબકારા વધી જશે

ગુજરાત: રાજ્ય (State) ના રાજકોટ શહેર (રાજકોટ શહેર) માં રોમિયો કાયદો અને વ્યવસ્થા (Law and order) ભૂલી ગયા હોય એવું મોડીરાત્રે હાઇવે (Late night highway) પર બેખૌફ થઇને બાઇક (Bike) પર જોખમી રીતે સ્ટંટ કરતા નીકળતા હોય છે. આવો જ એક વીડિયો ખુબ હાલમાં વાઇરલ થયો છે. જેમાં જોવા મળતી વિગત પ્રમાણેઆવો વિગતે જાણીએ…

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આપને જણાવી દઈએ કે. મોરબી હાઇવે પર ગત રાત્રે એક-બે નહીં પણ ત્રણ-ત્રણ રોમિયો અલગ-અલગ બાઇક પર સુતા સુતા જોખમી સ્ટંટ કરતા પૂરપાટ ઝડપે નીકળ્યા હતા. થોડા સમય માટે તો હૃદયના ધબકારા પણ થંભાવી દે તે રીતે ત્રણેય રોમિયો રેસ લગાવતા નજરે જોવા મળ્યા હતા.

રાજકોટ-મોરબી હાઇવે પરનો વીડિયો:
રાજકોટ-મોરબી હાઇવે પર ગઈકાલે રાત્રિના 11 વાગ્યાથી લઈને 11.30 વાગ્યાનાં સુમારે રોમિયો સ્ટંટ કરતા કરતા રેસ લગાવી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો એક જાગૃત નાગરિકે મોબાઈલનાં કેમેરામાં કેદ કરી લીધો હતો. જો કે, રાત્રિના સમયે હાઇવે પર આવા સ્ટંટ તેમજ બાઈક રેસ કરતા રોમિયો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે મોટો સવાલ છે.

જોખમી સ્ટંટથી વાહનચાલકો થયા પરેશાન:
અહીં નોંધનીય છે કે, હાઇવે પર આવા સ્ટંટ કરતા કરતબબોને લીધે બીજા કેટલાક વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે ત્યારે આવા કરતબબાજો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી હોવાની ચર્ચા લોકોમાં ઉઠી છે. આ વાઇરલ વીડિયો રાજકોટ મોરબી હાઇવે પરનો હોવાનું તેમજ ગઈકાલે રાત્રિના 11થી લઈને 11.30 વચ્ચેનો હોવાનું સામે આવ્યું છે.

રેસ પુરી કરીને પેટ્રોલપંપ પાસે ઉભા રહ્યા:
અહીં નોંધનીય છે કે, રેસ પુરી કરીને ત્રણેય રોમિયો રતનપર પાસે હાઇવે પર પેટ્રોલપંપ પાસે ઉભા પણ રહ્યા હતા. આ સમયે રાજકોટ પોલીસ દ્વારા આવા કરતબબાજો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *