સાત જ મહિનાની બાળકીનું અચાનક પેટ ફૂલવા લાગ્યું, અમદાવાદ સિવિલમાં ગયા તો થયો મોટો ઘટસ્ફોટ

કોરોના મહામારીએ એવો હડકંપ મચાવ્યો છે કે, હવે તો નાના-મોટા સૌને ભોગ બનાવે છે. કોવિડ-19ની બીજી લહેરના આ વસમા સમયમાં પણ ભાવનગરની ફક્ત સાત મહિનાની દિકરી અનન્યાએ અમદાવાદ સિવિલમાં કોરોના સંક્રમણ અને ગંભીર સર્જરીનો સામનો કરીને મોત સામેનો જંગ જીત્યો છે અને ફરી હસતી રમતી થઈ છે.

મળતી માહિતી મુજબ, ભાવનગરમાં રહેતા દિનેશભાઇ અને પિન્કીબહેન રાજપૂતની સાત મહિનાની દિકરી અનન્યાને કુદરતી હાજતે જવામાં તકલીફ પડી રહી હતી. અંદરના દબાણથી પેટ પણ ફૂલી જવાની તેમજ ભારે તાવની પણ સમસ્યા હતી. વધુમાં 4-5 દિવસથી સતત ઊલટીઓ પણ થતી હતી. અનન્યાની તકલીફોની ગંભીરતાને ધ્યાનમાં લઇને ભાવનગરના ડોક્ટરોએ અનન્યાને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવા જણાવ્યું હતું.

ત્યારબાદ અમદાવાદ સિવિલમાં બાળકીને બાળ ચિકીત્સા શસ્ત્રક્રિયા વિભાગમાં દાખલ કરવામાં અવી હતી. અહીં સૌથી પહેલા તેને સ્ટેબિલાઇઝ કરાઈ અને સાથોસાથ તેના વિવિધ ટેસ્ટ્સ પણ હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનન્યાનું હિમોગ્લોબિન નીચું હતું. રિપોર્ટમાં ileoileocolic intussusception (જેમાં નાના આંતરડાનો ભાગ મોટા આંતરાડામા ધૂસી જવાની સ્થિતિ) હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે પેટ ફુલી જાય અને ઉલટીઓ થવા લાગી. આ ઓછું હતું તો બાળકીનો કોવિડ-19નો RTPCR ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળ ચિકીત્સા શસ્ત્રક્રિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. ઍનિસ્થીઝયા ટીમનું સુકાન ડૉ. ભાવના રાવલે સંભાળ્યું હતું. આ ઉપરાંત ઓપરેશન બાદ કોવિડ-19ની એક્સ્પર્ટ સંભાળ માટે અનન્યાને બાળ ચિકીત્સા વિભાગમાં ડૉ. જોલી વૈશ્નવ, ડૉ. અનુયા ચૌહાણ અને ડૉ. હેપ્પી પટેલની દેખરેખ હેઠળ ખસેડવામાં આવી હતી.

અહીં તેને શ્વસનમાં તકલીફ થતા તેને એરવો સપોર્ટ પર રખાઈ હતી. ધીરે ધીરે અનન્યાની હાલત સુધરવા લાગી અને તેના પરથી ઓક્સિજન સપોર્ટ પણ હટાવી લેવામાં આવ્યો. ઓપરેશન બાદ ચોથા દિવસથી તેણે ફિડિંગ શરૂ કરી દીધું હતું. હવે તે ખોરાકને સારી રીતે પચાવે છે અને નકામો ખોરાક સ્ટોમી દ્વારા બહાર પણ નીકળે છે.

ડોક્ટર્સે પણ આ પડકાર બરાબર ઝીલ્યો અને 28 એપ્રિલના દિવસે બાળકીની ઇમરજન્સી સર્જરી કરી. ઓપરેશન દરમિયાન જણાયું કે, બાળકીના નાના આંતરડાથી મોટા આંતરડા વચ્ચેનો લગભગ 15 સે.મિ. જેટલા હિસ્સામાં સડો લાગી ગયો હતો. શરીરમાંથી નકામા ખોરાકને બહાર કાઢનારી એક ટ્યૂબ એટલે કે, Bowel ઉપર પણ સોજા હતાં. ત્યારબાદ આંતરડાનો સડાવાળો ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલના બાળ ચિકીત્સા શસ્ત્રક્રિયા વિભાગના વડા અને એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર 3થી લઇને 8 મહિનાની વયના બાળકોમાં આંતરડાને લગતો અવરોધ સર્જાવા પાછળ ઇન્ટુસસસેપ્શન સૌથી સર્વસામાન્ય કારણ છે. શરૂઆતમાં સર્જરી વિના તેનો ઇલાજ થઈ શકે છે. પરંતુ, જ્યારે બાળકમાં 2-3 દિવસથી લક્ષણો જોવા મળતા હોય તો સર્જરી આવશ્યક બની જાય છે.

ડૉ. જોષીએ વધુમાં જણાવ્યું કે, આ બાળકીની સ્થિતિ કોવિડ-19ના કારણે ગંભીર હતી. આવા કિસ્સામાં સર્જરી અને રિકવરી વધુ પડકારદાયક બની જાય છે. કારણ કે, કોવિડ-19થી ઇન્ફેક્શન વધી શકે છે. જાણવા મળ્યું છે કે, સર્જરી દરમિયાન એક્સ્પર્ટ એનેસ્થેટિક મેનેજમેન્ટ, મેટિક્યુલસ કૅર તથા ઓપરેશન બાદ નિષ્ણાંતોની ટીમ દ્વારા આપવામાં આવતી ક્રિટિકલ પિડીયાટ્રિક ઇન્ટેન્સિવ કૅર સહિતનો બહુઆયામી અભિગમ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *