“એ રાજનેતા પછી છે, પહેલા એ લોકનેતા છે….”
લોકોની પીડાને પામ્યા પછી પળનોય વિલંબ કર્યા વિના પડખે આવીને ઊભો રહે એ જ સાચો લોકનેતા કહેવાય. હૃદયની વેદનાને વાંચીને સંકટના સમયે જે હમદર્દ બની સધિયારો આપે એવા સમાજસેવી, લોકસેવી લોકનેતાઓની સંખ્યા અત્યારે માંડ આંગળીના વેઢે ગણી શકાય એવી બચી છે.એક જમાનો હતો જ્યારે પ્રજાસેવકો નિઃસ્વાર્થ ભાવે પ્રજાની સેવા કરતા હતા.
સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા આવા જ એક અનુપમ અને પ્રજાપ્રેમી લોકનેતા હતા.એમના સમયમાં વિસ્તારનો કોઈ ગરીબ માણસ હોય, ખેડૂત હોય કે કોઈ મજદૂર અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, વિપત ટાણે આશાભર્યું એકમાત્ર ઠેકાણું જામકંડોરણા કન્યા છાત્રાલય રહેતું.એ વ્યક્તિ એની વાત છાત્રાલયના ડેલે પહોંચાડે એટલે વાર્તા પૂરી. એનું કામ થઈ જ જાય.જરૂરી મદદ અને માર્ગદર્શન માટે વિઠ્ઠલભાઈ રાદડિયા 24/7 હાજર જ હોય.
આજે વિઠ્ઠલભાઈની હયાતી નથી ત્યારે આજના કોરોનાના સંકટ ટાણે, હજારો લોકોને સ્વ.વિઠ્ઠલભાઈની સ્ટાઇલમાં મુશ્કેલીમાં મદદનો સુખદ અને જબરજસ્ત અનુભવ એમના દીકરા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા દ્વારા થયો.
લીંબડી-રાજકોટ હાઈ-વે પર કોઈના દ્વારા બોલાયેલી વાત ટાંકું તો આવું કહી શકાય કે…’ સખાવત, દાતારી અને વિઠ્ઠલભાઈનો વટ્ટ જયેશભાઈએ સવાયો સાચવી જાણ્યો.મોરના ઇંડા થોડા ચીતરવા પડે ! ! ! સો કરતા વધું બસો અને 4500 કરતા વધું લોકોને નિયમ મુજબ મંજૂરી લઈ વતન લાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવી અને એ પણ લાખો રૂપિયા ખર્ચી વિના મૂલ્યે કરવી કોઈ મરદ માણસ જ કરી શકે.
“શ્રી જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય ટ્રસ્ટ”ના નેજા હેઠળ ટ્રસ્ટના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયાએ આ કામગીરી કરી નવો દાખલો બેસાડ્યો છે.સુરતથી આવતી બધી બસો વતનમાં આવે એટલે પહેલા છાત્રાલય આવે, ત્યાં સૌના ચા પાણી નાસ્તો થાય, સૌનું હેલ્થ ચેક અપ થાય, પછી બધા લોકોને માટે પોતપોતાના ગામે જવાની વાહન વ્યવસ્થા જરૂરી પરમિશન સાથે થાય …વાહ ! અદ્ભુત આયોજન. વંદન રાદડિયાના એ કુળદીપકને ! ! ! બીજા માણસની ત્રેવડ નહીં હો ભાઈ ! રાતદિવસ જોયા વિના ખડે પગે ઊભું રહેવું નાની માના ખેલ નથી ભાઈ ! ‘
વાત કરનાર વાત આગળ વધારે છે….’ ધનભાગ્ય કંડોરણા પંથકની પ્રજાના…જેના ભાગ્યમાં આવા વીરલા નેતા લખાયા.લાખો રૂપિયાનો ખર્ચો કરી વિપતકાળે સમગ્ર પંથકના લોકોને વિનામૂલ્યે વતન વાપસી કરાવવાનું કામ તો એક માત્ર રાદડિયા પરિવાર જ કરી શકે.માની ગયા રાદડિયા પરિવારને બાપુ ! માની ગયા ! ‘ બોલનાર બોલી રહ્યો હતો અને સાંભળનાર સાંભળી રહ્યો હતો.
આ સાંભળનાર વ્યક્તિને હવે એ સમજાઈ રહયું હતું કે ગમે તેવા રાજકીય આંધી તોફાનો વચ્ચે શા માટે રાદડિયા પરિવાર છેલ્લાં ત્રણ ત્રણ દાયકા કરતા વધું સમયથી અડીખમ ઊભા છે ! ! ! વંદન આ નેતાને ! વંદન એની પ્રજાને !
(નોંધ : બીજા રાજ્યોમાં ફસાયેલા સેંકડો યાત્રીઓને વતન લાવવાનું કામ અને વતનમાંથી કેટલાક પરિવારોને સુરત જવાની વ્યવસ્થા પણ જયેશભાઈ રાદડિયા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવેલ.જયેશભાઈ રાદડિયાની સમર્થક યુવા ટીમના સેવાભાવી, ઉત્સાહી મિત્રોએ પણ રાતદિવસ જોયા વિના ખૂબ જ ઉમંગથી કામગીરી બજાવેલ.)
-એક સમર્થક દ્વારા રજુ કરાયેલ મુખની વાત અહિ