આઈ એમ સોરી, હું ચિરાગને બોજ લવ કરું છું…હથેળીમાં લખી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ગાળાફાંસો ખાધો

Student committed suicide: હાલ યુવાન વર્ગમાં આપઘાત કરવાનું દોર ચાલી રહ્યો છે. અમુક યુવાન એવું વિચારી રહ્યા છે કે આપઘાત કરી લેવું તે જીવનનો છેલ્લો…

Student committed suicide: હાલ યુવાન વર્ગમાં આપઘાત કરવાનું દોર ચાલી રહ્યો છે. અમુક યુવાન એવું વિચારી રહ્યા છે કે આપઘાત કરી લેવું તે જીવનનો છેલ્લો ઉપાય છે. એવી જ એક આપઘાતની ઘટના બારડોલીના નિણત ગામે આવેલ રાધા ગોવિંદ બી.એસ.સી નર્સિંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સોમવારની સાંજે ‘હાથની હથેળીમાં આઈ એમ સોરી, હું બોજ લવ કરું ચિરાગ, નહી રહેવાય તારા વગર,’ લખાણ પ્રેમીને સંબોધીને બોલપેનથી લખાણ કરીને હોસ્ટેલના રૂમમાં પંખા (Student committed suicide) સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધું હતું. ઘટના જાણ પોલીસને કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

ગણદેવી તાલુકાના કલવચ ગામે ડાંગર ફળીયામાં રહેતા રમેશભાઇ પટેલના પરિવારમાં પત્ની અને ચાર સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેમાં નાની દીકરી 21 વર્ષીય શ્રદ્ધા પટેલ બારડોલીના નિણત ગામે આવેલ રાધા ગોવિંદ બી.એસ.સી નર્સિંગ કોલેજમાં અભ્યાસ માટે એડમિશન લીધું હતું. જ્યાં હોસ્ટેલમાં રહીને નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી. હાલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. સોમવારના રોજ બારડોલીની સરદાર હોસ્પિટલમાં ટ્રેનિંગ માટે ગઈ હતી. ત્યાંથી બપોરના સમયે હોસ્ટેલમાં પોતાના રૂમ નં 9માં આવી હતી.

જ્યાં તેને ડાબા હાથની હથેળીમાં પ્રેમીને સંબોધી લખાણ લખીને સાંજના સાડા ચારથી સાડા પાંચ વાગ્યાના સમય દરમિયાન રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ અચાનક આપઘાત કર્યો હતો. ત્યારપછી અન્ય વિદ્યાર્થિનીઓ જોતા જ ગભરાઈ ગઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી. પોલીસ સાથે વાતચીતમાં શ્રદ્ધા પટેલનો ગામના જ યુવક ચિરાગ સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.

શ્રદ્ધા સોમવારે બપોર સરદાર હોસ્પિટલમાં ટ્રેનિંગ માં ગઈ હતી અને ત્યાંથી આવી અન્ય વિદ્યાર્થિનીઓ સાથે બેઠી હતી, ત્યારે મોબાઈલ પર ફોન આવતા રૂમ તરફ ગઈ હતી. પરત નહી આવતા રૂમમાં તપાસ કરવા ગયા તો જોવા મળ્યું તો તે ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળી હતી. શ્રદ્ધાની હથેળીમાં બોલપેનથી લખેલ લખાણ જોતા, લખાણ કર્યા પછી તરત જ સ્યુસાઇડ કર્યું હશે. કારણ લખાણ બાદ સમય વીત્યો હોય તો, પરસેવાના કારણે લખાણ ઝાંખું થઈ શક્યું હોત, પણ એવું નથી. જેથી તરત જ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આવું પગલું ભરવા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે મોબાઈલ કબજે લીધો છે. આપઘાતની ઘટનાં પહેલા અમુક બદલાવ આવવાનું શરૂ થાય તો, પેરેન્ટસ, ફ્રેન્ડ સર્કલ, વોર્ડન, કેરટેકર સહિત પાડોશીઓ પારખવા જરૂરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય, તો પરીક્ષા પહેલાં કે રિઝલ્ટ પછી ડીપ્રેશનમાં આવી જતા અમુક લક્ષણો જોવા મળતા હોય છે.