રેડિયંટ સ્કુલની બેદરકારી: ગાર્ડનની નારિયેળી પરથી નાળિયેર બાળકના માથે પડ્યું, બાળક થયું બેભાન

Surat Radiant School: સુરતના જહાંગીરાબાદમાં રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના(Surat Radiant School) વિશાળ કેમ્પસ પર ભયનો પડછાયો છવાયેલો છે.જેમાં ઘણા બધા વૃક્ષઓ છે જે એક પ્રકૃતિ માટે સારી વાત છે પરંતુ ઉંચા નારિયેળીના વૃક્ષઓમાં નારિયેળ ટાઈમ બોમ્બની જેમ લટકતા હોય છે.જેમે લઇ ઘણીવાર ડરનો પણ માહોલ સર્જાયો હતો પરંતુ મંગળવારે બપોરે, તે ડર સાકાર થયો.જેમાં એક વિદ્યાર્થિનીને નારિયેળના વૃક્ષ પરથી નાળિયેર પડવાથી ઈજા થઈ છે.જેના કારણે અને માતા-પિતામાં રોષ જોવા મળ્યો હતો અને બીજીવાર આવી દુર્ઘટના ન સર્જાય તે માટે પગલાં લેવા માંગ કરી છે.

આ ઘટના કોઈ પહેલીવાર નથી
આ અંગે યુવતીના માતાપિતાએ જણાવ્યું હતું કે, આ ઘટના કોઈ પહેલીવાર નથી બની.આ અગાઉ પણ અનેકવાર બની ચુકી છે.જેની ટ્રસ્ટ સંચાલનને જાણ પણ કરવામાં આવી હતી.પરંતુ તે લોકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવમાં ન આવતા આજે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે.તેમજ આ અંગે અગાઉ ઘણા વાલીઓએ પણ ફરિયાદ કરી હતી.તેમજ કહ્યું કે,અમે આ મુદ્દો અનેકવાર રજૂ કર્યો છે.જો તેના પર ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ પરિસ્થિતિ નો સર્જાત.

શાળાના લોકો માત્ર ઉડાવ જવાબ આપે છે
અન્ય માતાપિતાએ કહ્યું. “શાળાના ડિરેક્ટર ફક્ત કહે છે કે તેઓ નિયમિતપણે નાળિયેરની કાપણી કરે છે. પરંતુ તે કાપણી કરે કે ન કરે પણ બાળકોની સલામતીનું શું?”જ્યારે ડિરેક્ટર આશિષ વાઘાણીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એવો પ્રતિભાવ આપ્યો હતો જે આશ્વાસનથી ઓછો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે,”અમે નિયમિતપણે નાળિયેરની લણણી કરીએ છીએ,” તેમણે કહ્યું, માતાપિતાઓમાં ચિંતા રહેલી છે. “નારિયેળના ઝાડ કાપવાનો કોઈ પ્રશ્ન જ નથી.” વિદ્યાર્થીઓની સલામતી વિશે દબાવતા તેમને માત્ર ઉડાવ જવાબ આપ્યા હતા.

વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો
શાળા તરફથી આવા વલણના કારણે શાળાના બહાર વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અગ્રણી સામાજિક કાર્યકર્તા દર્શન નાઈકે જણાવ્યું હતું કે, “નારિયેળના વૃક્ષો સુંદર છે, પરંતુ શાળાના કમ્પાઉન્ડમાં તેમનું કોઈ સ્થાન નથી.” “નારિયેળી માત્ર બાળકો માટે જ નહીં, પણ વાલીઓ અને સ્ટાફ માટે પણ ખતરારૂપ છે. શાળાની બેદરકારી બેજવાબદારીભરી છે, અને અમે તાત્કાલિક પગલાં લેવાની માગણી સાથે શિક્ષણ પ્રધાન અને મુખ્ય પ્રધાનને પત્ર લખીશું.”શું બાળક તેમની ખોટી પ્રાથમિકતાઓની અંતિમ કિંમત ચૂકવે તે પહેલાં શાળા વહીવટીતંત્ર જાગી જશે? કે પછી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જ્યાં સુધી કોઈ ગંભીર પરિસ્થિતિ ન સર્જાઈ તેની રાહ જોશે?