આજે એટલે કે, 26 મી જાન્યુઆરીનાં રોજ ગણતંત્ર દિન નિમિત્તે દિલ્હીમાં આવેલ રાજપથ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એ ક્ષણ પણ આવી ગઈ કે, જ્યારે રાજપથ પર સૌપ્રથમ વખત લડાકુ વિમાન રાફેલ એ પોતાનું દમ દેખાડ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદતથા PM નરેન્દ્ર મોદીથી લઇને તમામ ભારતવાસીઓ માટે તેઓ 34 સેકન્ડ ગૌરવથી ભરેલ ક્ષણ હતું. રાફેલે કુલ 900 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી હતી. રાફેલ થોડાં મહિના અગાઉ જ ભારતીય વાયુ સેનાનો ભાગ બન્યા છે.
રાફેલને સ્ક્વાડ્રન લીડર કિસ્લયકાંતની સાથે શૌર્ય ચક્ર વિજેતા 17 સ્ક્વાડ્રનના કમાંડિંગ ઓફિસર ગ્રૂપ કેપ્ટન હરકીરત સિંહ ઉડાડી રહ્યા હતા. રાફેલ લડાકુ વિમાનને ફ્લાઇ પાસ્ટના અંતમાં પોતાની કરતબ દેખાડવામાં આવી હતી. રાફેલની સાથે મિગ-29 તથા 2 જગુઆર વિમાન પણ જોવા મળ્યા હતાં.
શું હોય છે વર્ટિકલ ચાર્લી?
આપને જણાવી દઇએ કે, યુદ્ધ સ્થળે લડાકુ વિમાન દુશ્મોનો સફાયો કરવાની સાથે પોતાને બચાવવાના પણ પ્રયત્ન કરવામાં આવે છે. તમામ પાયલટ પોતાના વિમાનને બચાવવા માટે કેટલાંક પ્રકારના કરબત દેખાડતાં હોય છે કે, જેથી કરીને દુશ્મન તેના પર સીધું નિશાન લગાવી શકે નહીં. તેમાં એક કરતબને વર્ટિકલ ચાર્લી ફોર્મેશન કહેવામાં આવે છે.
Rafale fighter jets gallantly fly above the Indian skies, on the 72nd Republic day parade at Rajpath.
WATCH NOW on @DDNational & Live-Stream on https://t.co/5Kr524lKGS#RepublicDayWithDoordarshan pic.twitter.com/w6qLuqZOcx
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 26, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle