‘આવતી વખતે ટ્રમ્પ સરકાર’ અંગે રાહુલની ટીકા:વડા પ્રધાને મોદીને કુતનીતિ નીતિ શીખવવી જોઈએ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વિદેશ મંત્રી એસ. જયંશકરની સ્પષ્ટતા અંગે રાહુલ ગાંધીએ મંગળવાર સવારે ટ્વીટ કરીને…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વિદેશ મંત્રી એસ. જયંશકરની સ્પષ્ટતા અંગે રાહુલ ગાંધીએ મંગળવાર સવારે ટ્વીટ કરીને કહ્યું કે, જયશંકરજી આપનો આભાર જેમણે વડાપ્રધાન મોદીને બચાવી લીધા અસમર્થતાને છુપાવી દીધી છે.તેમના આ પ્રકારના સમર્થનને ભારત માટે ડેમોક્રેટ્સ સાથેના સંબંધો પર સવાલ ઊભા કરી દીધા છે. મને આશા છે કે તમારા હસ્તક્ષેપથી બધું બરાબર થઈ જશે. હવે તમે આ અંગે કામ કરી રહ્યા છો તો તેમને થોડી કૂટનીતિ વિશે પણ શિખવાડજો.

વડાપ્રધાન મોદીએ ગત સપ્તાહે હાઉડી મોદી ઈવેન્ટ દરમિયાન ભાષણમાં અબકી બાર, ટ્રમ્પ સરકારના નારાને યાદ કર્યો હતો. આ અંગે વિવાદ થયા બાદ વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્તા કરી છે કે,વડાપ્રધાન મોદીએ અમેરિકાની ચૂંટણી માટે કોઈનું સમર્થન કર્યું ન હતું, પરંતુ 2016ના ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનને યાદ કર્યું હતું. કારણ કે તે વખતે અમેરિકામાં ભારતીય સમુદાય વચ્ચે આ નારો ઘણો લોકપ્રિય બન્યો હતો.

જયશંકરને જ્યારે એક રિપોર્ટરે પુછ્યું કે, શું વડાપ્રધાને 2020ની અમેરિકન ચૂંટણી માટે ટ્રમ્પનું સમર્થન કર્યું છે, તો તેમણે આ વાતને નકારતા કહ્યું કે, સહેજ પણ નહીં, અમેરિકાના રાજકારણ અને ચૂંટણીમાં ભારત કોઈની તરફેણ નથી કરતું. પરંતુ જો તમે વડાપ્રધાનની વાત ‘અમે ભારતવાસી ટ્રમ્પના ચૂંટણી અભિયાનના નારા, અબકી બાર ટ્રમ્પ સરકારના નારા સાથે એક જોડાણ અનુભવીએ છીએ’ધ્યાનથી સાંભળશો તો તમને ખબર પડશે કે તેમણે જુના સમયને યાદ કર્યો હતો.

કોંગ્રેસે પણ મોદીના નિવેદનનો વિરોધ કર્યો:

હાઉડી મોદી કાર્યક્રમ બાદ કોંગ્રેસે પણ મોદી ટ્રમ્પના સમર્થનમાં બોલવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, આ વિદેશ નીતિનું ઉલ્લંઘન છે. આપણો દેશ કોઈ પણ દેશની ચૂંટણી અને રાજકારણમાં સામેલ નથી થયો. આ બન્ને દેશોની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.

મોદીએ ખરેખર શું કહ્યું હતું?

વડાપ્રધાને હાઉડી મોજી ઈવેન્ટ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ટ્રમ્પે અમેરિકાની અર્થવ્યવસ્થાને ફરી મજબૂત કરી છે. તેમણે અમેરિકાને ઘણું બધું આપ્યું છે. મિત્રો! અમે ભારતના લોકો પ્રેસિડેન્ટ ટ્રમ્પના ઉમેગવાર તરીકે આપેવા નારા અબકી બાર, ટ્રમ્પ સરકાર’સાથે એક પ્રકારનું જોડાણ અનુભવીએ છીએ. તેમણે દિવાળીનો તહેવાર પણ ભારતીયો સાથે ઉજવ્યો હતો. જ્યારે હું તેમને પહેલી વખત મળ્યો તો તેમણે કહ્યું કે, ભારતનો સાચો મિત્ર તો વ્હાઈટ હાઉસમાં બેઠો છે. તમારી હાજરી આ વાતનો પુરાવો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *