ગાયો પ્રત્યે યોગી સરકારની બેદરકારી, બે દિવસમાં 12 ગાયો મૃત્યુ પામી અને 60 બીમાર

Published on: 10:46 am, Sun, 28 April 19

ભાજપના નેતા મોદી અને યોગી સરકારના મંત્રીઓ ગૌ માતાના નામે દેશમાંથી હોટ માંગીને રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ પોતાના રાજ્યોમાં જ ગાયો પર ધ્યાન નથી દેતા. આજે પણ ઉત્તર પ્રદેશ સહિત દેશના અલગ અલગ ભાગોમાં ગાયોના જીવ જઈ રહ્યા છે અને સરકાર મૌન છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના આગ્રામાં રાધાકૃષ્ણ ગૌશાળામાં બે દિવસની અંદર જ પપૈયાની છાલ ખાવાને કારણે 12 ગાયોનું મૃત્યુ થયું જ્યારે 60 ગાયો બીમાર થઈ ગઈ.

પશુપાલન વિભાગ ના ચિકિત્સકો દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે ગાયોને મોત કાર્બાઇડથી પાકેલા પપૈયાની છાલ ખાવાથી થઈ છે. કાર્બાઇડ થી પાકેલા ફળો પર પ્રતિબંધ હોવા છતાં પણ આગ્રામાં ખુલ્લેઆમ ફળો વેચાઈ રહ્યા છે, છતાં પ્રશાસન આના પર કોઈપણ પ્રકારના ઠોસ પગલાં લેતું નથી, જેનો ભોગ ગાયો બની છે.

ગાયોના મૃત્યુ બાદ સ્થાનિક લોકોએ હંગામો કર્યો ત્યારે પશુપાલન વિભાગના અધિકારીઓ અને ડોક્ટરો તપાસ કરવા તૈયાર થયા. પપૈયાની છાલ ખાવાથી મોત થવાનું કારણ સામે આવતા બાકીની ૬૦ ગાયો ને પણ દવા આપવામાં આવી છે.

પશુપાલન વિભાગના ડોક્ટરે જણાવ્યું કે જે ગૌશાળામાં ગાયો સાચવવામાં આવી રહી છે તેમણે ચારો આપવામાં ધ્યાન રાખવું જોઈએ. કાર્બાઇડથી પાકેલા ફળો અને તેમની ચાલો પશુઓ માટે હાનિકારક છે તેથી તેમને રોકવામાં આવવા જોઈએ. ગૌશાળામાં જ કારણે ગાઉન ની મૃત્યુ થઇ છે.

Be the first to comment on "ગાયો પ્રત્યે યોગી સરકારની બેદરકારી, બે દિવસમાં 12 ગાયો મૃત્યુ પામી અને 60 બીમાર"

Leave a comment

Your email address will not be published.


*