રાહુલ ગાંધીનો સરકાર પર હુમલો, કયુ હથિયાર વગર જવાનો ને કેમ મોકલવામાં આવ્યા હતા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લડાખ ના પૂર્વ ભાગમાં થયેલી ભારતીય ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝડપ ને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. આ ઝડપમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા છે. રાહુલ ગાંધીએ બુધવારના રોજ એક ટ્વિટ કરી મોદી સરકાર પર હુમલો કરતાં સવાલ કર્યો કે ભારતીય સૈનિકો હથિયાર વગર કેમ હતા?
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે ચીનની હિંમત કઈ રીતે થઈ જેણે આપણા હથિયાર વગરના સૈનિકોનો જીવ લીધો? જીવ ગુમાવનાર આપણા સૈનિકોને હથિયાર વગર કેમ મોકલવામાં આવ્યા હતા?
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે બુધવારે પણ રક્ષામંત્રી રાજનાથ સિંહ પર હુમલો કર્યો હતો. રાજનાથસિંહ સૈનિકોના પર સંવેદના વ્યક્ત કરતા એક ટ્વિટ કરી હતી. જેને રીટ્વીટ કરતા રાહુલ ગાંધીએ તેમને પાંચ સવાલ પૂછ્યા હતા. તેમણે લખ્યું હતું કે જો તમને એટલું દુઃખ અનુભવાતું હોય તો જણાવો એ તમે મિનિટમાં ચીન નું નામ ન લઈને ભારતીય સેનાને અપમાનિત કરી? શા માટે બે દિવસ બાદ સાંત્વના વ્યક્ત કરી રહ્યા છે?
શા માટે રેલીને સંબોધિત કરી રહ્યા હતા જ્યારે એક બાજુ જવાનો શહીદ થઈ રહ્યા હતા? કેમ સંતાયેલા છે અને મીડિયા દ્વારા ભારતીય સેનાને આ ઘટના માટે જવાબદાર કેમ ગણવામાં આવી રહ્યા છે? કેમ મીડિયા દ્વારા સરકારની જગ્યાએ સેનાને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.?
देश के वीर शहीदों को मेरा सलाम।https://t.co/hikmIWBADa
— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2020
જણાવી દઈએ કે પૂર્વી લદાખમાં ચીની સૈનિકો સાથે હિંસક ઝડપ માં ૨૦ ભારતીય જીવ ગુમાવવો પડ્યો હતો. જ્યારે ચાર સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઝડપ સમયે શરૂ થઈ ત્યારે ભારતીય સૈનિક સીમા પર ભારતની એક તરફ ચીની સૈનિકો દ્વારા લગાવવામાં આવેલા ટેન્ટ ને હટાવવા માટે ગયા હતા. એ બંને પક્ષોના જનરલ કક્ષાના અધિકારીઓ વચ્ચે વાતચીત બાદ આ ટેંટ મે હટાવવાની સંમતિ વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news