વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ રાહુલ ગાંધીએ કહ્યું કઈક આવું….

કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેનું શુક્રવારનાં રોજ એન્કાઉન્ટર કરવામાં આવ્યું. આ એન્કાઉન્ટરથી મોદી સરકાર પર કેટલાક પ્રોશ્નો ઉઠાવવામાં આવ્યા. જેને લઈને પોલીસકર્મીઓ અને સરકાર ચિંતિત થઈ. આ બધામાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને વિકાસ દુબેનાં એન્કાઉન્ટર મામલે પ્રશ્નો ઉઠાવવા છે. રાહુલ ગાંધી એ એક શાયરી ટ્વીટ કરી તેમાં લખ્યું છે કે, ‘હજારો જવાબ સે અચ્છી ખામોશી ઉસકી, ન જાને કિતને સવાલોં કી આબરૂ રખ લી.’ જો કે રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં એન્કાઉન્ટરનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમનું નિશાન ત્યાં જ છે.

વિકાસ દુબેના આ એન્કાઉન્ટર પર અખિલેશ યાદવે પણ ટ્વીટ કરતા કહ્યું કે ‘હકીકતમાં આ કાર નથી પલટી પણ રહસ્ય ખુલવાથી સરકાર પલટતી બચી છે’. સતત વિરોધ પક્ષ તરફથી આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર એ માટે કરી દેવામાં આવ્યું જેથી પુછપરછમાં તેના રાજકીય સાથીઓ અને પોલીસનાં મોટા માથાઓ સાથેનાં તેના સંબંધ સામે આવે નહીં. રાહુલ ગાંધીએ જે ટ્વીટ કર્યું છે તેમા થોડોક બદલાવ કરવામાં આવ્યો છે. જે ઑરિજિનલ શેર છે એ આ પ્રકારે છે – ‘કઈ જવાબો સે અચ્છી હૈ ખામોશી મેરી, ન જાને કિતને સવાલો કી આબરૂ રખ્ખે.’

પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ એ પણ ઉઠાવ્યો પ્રશ્ન

અખિલેશ યાદવ તરફથી માંગ કરવામાં આવી છે કે વિકાસ દુબેની ફોન કૉલ ડિટેલઇલ્સ નીકાળવામાં આવે જેથી તેના સંબંધો વિશે જાણી શકાય અને તેને બચાવનારાઓનો પણ ખુલાસો થાય. પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવાર સવારે ટ્વીટ કર્યું હતુ કે અપરાધીનો અંત થઇ ગયો, અપરાધ અને તેને સંરક્ષણ આપનારાઓનું શું થશે? ફક્ત કૉંગ્રેસ જ નહીં, પરંતુ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તરફથી પણ એન્કાઉન્ટર પર પ્રશ્ન ઉઠાવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *