દિલ્હી ચૂંટણી પ્રચાર દરમિયાન ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડંડા પડશે તેવું નિવેદન આપ્યું હતું. જે નિવેદનનો જવાબ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈ સભાથી નહીં પણ લોકસભામાંથી આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, હું ડંડા ખાવા માટે તૈયાર થઈ જઈશ. મહત્વનું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ લાલઘૂમ થયું છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માફી માગે તેવી પણ માંગણી કરી છે.
હિન્દુસ્તાનના યુવાનોએ મોદીને ડંડા મારશે તેવી ભાષા પ્રયોગ કરવા બદલ ભાજપે આક્રોશ વ્યક્ત કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાંથી આજે કહ્યું છે કે, “કોંગ્રેસ નેતાએ કહ્યું કે 6 મહિનામાં મોદીને ડંડા પડશે. હું આ છ મહિનામાં વધારે સૂર્ય નમસ્કાર કરીશ. જેથી મારી પીઠને ડંડા સહન કરવાની આદત પડી જાય.” મહત્વનું છે કે અહીં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો પણ રાહુલ ગાંધીનું નામ લેવાનું ટાળ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડા હાથે લઈને એમ પણ કહ્યું કે, “કોંગ્રેસ બંધારણ બચાવાની વાત કરે છે. પણ તેમણે કટોકટીમાં બંધારણ બચાવવાનું યાદ ના રહ્યું. તેમણે લોકો પાસેથી જીવવાનો કાયદો છીનવ્યો હતો. કેબિનેટના નિર્ણયને પ્રેસ કોન્ફરન્સમાં ફાડનારાઓને બંધારણ યાદ રહેવું જ જોઈએ.” આ સાથે પોતાની સરકારે બનાવેલી યોજનાઓથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો હોવાનું જણાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજકારણ કરો, કરવું પણ જોઈએ પણ ખેડૂતો સાથે મજાક ના બનાવો.
પોતાના આ સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક રીતે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં તેમણે પોતાની સરકાર કામ કરી જ રહી છે અને કરતી રહેશે તેમ જણાવ્યું, બેરોજગારીના કોંગ્રેસના સવાલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલ્યા કે, “આ કામ પણ અમે જ કરીશું. પણ એક કામ નહીં કરીએ, નહીં થવા દઈએ. તે છે તમારી બેરોજગારી, તેનો અંત નહીં આવવા દઈએ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.