વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ મોટો ખેલ પાડવાની તૈયારીમાં, જો પ્લાન મુજબ ચાલ્યુ તો ભાજપ હારશે

ગત દિવસોમાં કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બંધબારણે બેઠક મળી હતી.જે બેઠકમાં પ્રદેશ માળખાને લઈને પણ સંભવિત ચર્ચા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, સુખરામ રાઠવા, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, તેમજ જીગ્નેશ મેવાણી સહિતના ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે ખૂબ મહત્વના નિર્ણય લેવાયા હતા સંગઠન બાબતે પણ ખૂબ વિમર્શ કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીના અધ્યક્ષ સ્થાને જનજાગરણ અભિયાન નો પ્રારંભ કર્યો હતો, જે કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોંઘવારી, બેરોજગારી તેમજ ખેડૂતોના અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને લોકો વચ્ચે જશે લોકોને જાગૃત કરશે. તેમ જ લોકો સરકાર સામે સવાલો અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે. સૌરાષ્ટ્રના કેટલાક પાટીદાર આગેવાનો ઉત્તરપ્રદેશ ચુંટણીના પરિણામ ભાજપ વિરુદ્ધમાં આવે તો કોંગ્રેસમાં જોડાવાનું વિચારીને વંડી પર બેઠા છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત ઘણા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપને આડે હાથે લઈને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ની પ્રજા વિરોધી નીતિના કારણે દેશ અને રાજ્યનું અર્થતંત્ર ખાડે ગયું છે,મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે, બજારમાં મંદીનો માહોલ છે, લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે ,પેટ્રોલ-ડીઝલના ભાવ ઊતરવાનું નામ નથી લેતું ના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.નોકરી ન મળવાના કારણે બેરોજગારો આત્મહત્યા કરી રહ્યા છે.જે અંગે સરકારે ઝડપ થી નિર્ણય લેવાની જરૂર છે.

શોષણમાંથી વાલીઓને મુક્તિ આપવા માટે પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી “મહાત્મા ગાંધી શિક્ષણ સંકુલ” મોડલ શિક્ષણ સંકુલ સ્થાપવામાં આવશે. કન્યાઓ માટે સ્નાતક સુધી શિક્ષણ મફત આપવામાં આવશે. શિક્ષણનો અધિકાર કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વર્તમાન સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે દેવાદાર બનેલા ખેડૂતોને શોષણમાંથી મુક્તિ આપવા, “ખેડૂતના દેવા માફ અને વીજળી બીલ હાફ” યોજના અમલ કરવામાં આવશે, વર્તમાન જમીનમાપણી તાત્કાલિક ધોરણે પહેલી કેબીનેટ મીટીંગમાં રદ કરવામાં આવશે.

મામ ખેતપેદાશોની ચુસ્તપણે ટેકાના ભાવે (MSP) ખરીદી કરવામાં આવશે, દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર પાંચ રૂપિયા સબસીડી આપવામાં આવશે, ખેતીના ઓજારો, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ પરનો GST રદ કરવા કેન્દ્ર સરકાર પર દબાણ કરાશે. ગુજરાત ની કથળી ગયેલ આરોગ્ય સેવાને સુદ્રઢ કરવા માટે સમગ્ર રાજ્યના તમામ PHC, CHC સરકારી દવાખાનાનું આધુનિક અને પર્યાપ્ત સુવિધાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે, તમામ સ્તરે ડોક્ટરો, સુપર સ્પેશ્યાલીટી ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ ભરતી કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં વોર્ડ કક્ષાએ “સેવા, નિદાન, સારવાર” આપતા ‘ત્રિરંગા કલીનીક’ સ્થાપવામાં આવશે, કોવિડના તમામ મૃતક પરિવારજનોને ચાર લાખની સહાય તુરંત પૂરી પાડવામાં આવશે.

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતની જનતા સમક્ષ મુકવામાં આવશે, કોંગ્રેસપક્ષ ગુજરાતની જનતાને એક વાતનો વિશ્વાસ આપવા માંગે છે કે, પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય કાર્યક્રમો દ્વારા આગામી દિવસમાં પ્રજાલક્ષી સ્વચ્છ અને કાર્યદક્ષ સરકાર આપવા કોંગ્રેસ પક્ષ પ્રતિબધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *