રેલવે ટૂંક સમયમાં તમામ વર્ગના મુસાફરી ભાડામાં વધારો કરશે. આ અંગેની જાહેરાત આ સપ્તાહે થવાની શક્યતા છે. રેલવેના એસીથી લઈ સામાન્ય અને લોકલ ટ્રેનના માસિક-ત્રિમાસિક સિઝન પાસનું ભાડું પણ વધારશે. આ વધારો પ્રતિ કિમી 5 પૈસાથી 40 પૈસા સુધી રહે તેવી સંભાવના છે. મતલબ કે ભાડા વધારો 10થી 20 ટકાની વચ્ચે હશે.
ભાડામાં વધારાથી દર વર્ષે 4થી 5 હજાર કરોડની આવક વધશે
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ સંસદીય સમિતિઓની ભલામણ તથા ટ્રેન ચલાવવાનો ખર્ચ વધવાને કારણે આ પગલું ભરવું પડશે. રેલવે બોર્ડને વિધાનસભાની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી રાહ જોવા કહેવાયું હતું. મુસાફરી ભાડામાં વધારાથી દર વર્ષે 4 થી 5 હજાર કરોડની વધારાની આવક ઊભી થવાની સંભાવના છે. છેલ્લા ઘણા સમયથી મુસાફરી ભાડામાં વધારો થયો નથી. રેલવે ઘણા સમયથી ખોટમાં ચાલી રહી છે. તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ પગલું ભરાઈ રહ્યું છે.
નવો સંભવિત વધારો
અમદાવાદથી મુંબઈ રૂ.25થી 200, અમદાવાદથી દિલ્હી રૂ.50થી 400, અમદાવાદથી ભોપાલ રૂ.25થી 240, અમદાવાદથી પૂણે રૂ.25થી 275.
અદાણી, અંબાણી રેસમાં
કોર્પોરેશનના એમડી એસ.કે. લોહિયાએ કહ્યું કે સ્માર્ટ સ્ટેશન ડેવલપ કરવા માટે યોજાયેલી પ્રી બિડ મીટિંગમાં અદાણી અને અંબાણી સહિત અનેક મોટી કંપનીઓએ રસ દાખવ્યો છે. સંભવિત 50 સ્ટેશનોમાં સુરત, મુંબઈ, દિલ્હી, દહેરાદૂન, પુડુચેરી, તિરુપતિ અને વેલ્લોર વગેરે જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.
ગાંધીનગરમાં યુઝર ચાર્જ નહીં લાગે
એસ.કે. લોહિયાએ કહ્યું કે જૂન 2020 સુધીમાં ગુજરાતનું ગાંધીનગર અને મધ્યપ્રદેશનું હબીબગંજ સ્ટેશન તૈયાર થઈ જશે. જો કે આ બંને સ્ટેશન તૈયાર થવામાં મોડું થયું છે. આ બે સ્ટેશનેથી મુસાફરી કરનારાને કોઈ યુઝર ચાર્જ આપવો પડશે નહીં. કારણ કે આ સ્ટેશન યોજના લાગુ કરાય તે પહેલાં જ તૈયાર થઈ ગયા હશે.
સાબરમતી, ગ્વાલિયર, અમૃતસર અને નાગપુર સ્ટેશન 2023 સુધીમાં સ્માર્ટ બનશે.
દેશમાં સાબરમતી, ગ્વાલિયર, અમૃતસર અને નાગપુર રેલવે સ્ટેશનને 2023 સુધીમાં સ્માર્ટ સ્ટેશન બનાવાશે. પાઈલટ પ્રોજેક્ટ તરીકે આ 4 સ્ટેશનની પસંદગી કરાઈ છે. ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશને સોમવારે આની જાહેરાત કરી હતી. 50 અન્ય સ્ટેશન પણ આ રીતે વિકસાવાશે. જો કે તેના નામ કોર્પોરેશને જાહેર કર્યા ન હતા. ત્રણ વર્ષમાં આ તમામ રેલવે સ્ટેશન એરપોર્ટની જેમ વર્લ્ડ ક્લાસ બનાવાશે. સ્માર્ટ સ્ટેશને ટ્રેન પકડવા આવતા અને ઉતરતા મુસાફર પાસેથી યુઝર ચાર્જ લેવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.