નવરાત્રિમાં વિલન બન્યો વરસાદ: આજે આઠમા નોરતે આ વિસ્તારમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા

Gujarat Rain Forecast: રાજ્યના લગભગ 29 જિલ્લાઓમાંથી ચોમાસાની વિદાય બાદ ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઇકાલે બપોર બાદથી જ રાજ્યના (Gujarat Rain Forecast) વિવિધ ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન પલટાયું હતું અને વરસાદ પડ્યો હતો.

આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હાલના વાતાવરણ, અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર અસર અને વાવાઝોડું બનવાની શક્યતા તથા 14-15 તારીખથી પડનારા માવઠાની માહિતી આપી છે. આ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધી કમોસમી વરસાદ પડી શકે, તે અંગે પણ તેમણે માહિતી આપી છે.

સામાન્ય વરસાદની આગાહી
ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, “અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ પાસે એક સિસ્ટમ બનેલી છે જેના કારણે હાલ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે.” આ સાથે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, આજે, ગુરુવારે 10મી ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની આગાહી છે.

11 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી
આ સાથે શુક્રવારે 11મી ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની આગાહી છે.શનિવારે 12મી ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની આગાહી છે.

આ વિસ્તારોમાં 1થી 2 ઇંચ સુધીના વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. તેની સાથે રાજકોટમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. આ વિસ્તારોમાં 1થી 2 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ રહેલી છે. આ વરસાદો દરિયાકાંઠાના વિસ્તારોને વધારે પ્રભાવિત કરે તેવી શક્યતાઓ રહેલી છે.